Western Times News

Gujarati News

સાયરા કેસ:CID ક્રાઈમની ટીમ FSL ટીમ સાથે પુરાવા મેળવવા વધુ એકવાર ઘટનાસ્થળે પહોંચી રિકંસ્ટ્રક્શન કર્યું

મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી આ ઘટનાને ૨૬ દિવસ થવા આવ્યા છતાં યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે

ત્યારે સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમાર  એફએસલની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી યુવતીનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો તે સ્થળે ઝીણવટભરી તપાસ હાથધરી રિકન્ટ્રક્શન કરી અમરાપુર રહેતા પરિવારજનોની મુલાકાત લઈ સાયરા ગામમાં કેટલીક જગ્યાએ સામાન્ય પૂછપરછ કરી ગાંધીનગર જવા ટીમ રવાના થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે સાયરા કેસમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે

૧૯ જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમે મોડાસા પહોંચી ધમધમાટ શરુ કર્યો હતો જેમાં પ્રથમ ૩ દિવસના રિમાન્ડ દરમિયાન મૃતક યુવતી અને આરોપીઓ એકબીજાના સંપર્કમાં હોવાની સાથે સતત વાતો થતી હોવાના સીડીઆર રિપોર્ટના આધારે પુરાવા મળતા વધુ ત્રણ દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે આપતાં ૩ દિવસના રિમાન્ડમાં સીઆઈડી ક્રાઈમની ટીમે મૃતક યુવતીની બહેનની સઘન પૂછપરછ પછી ત્રણે આરોપીઓને ગાંધીનગર તપાસ અર્થે લઈ ગઈ હતી

રિમાન્ડ દરમિયાન સીઆઈડી ક્રાઈમની ટીમને મહત્વની કડીઓ પ્રાપ્ત થઈ હોવાની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી ત્રણે આરોપીઓને સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા  સીઆઈડી ક્રાઈમની ટીમ અલગ-અલગ દિશામાં ગુપ્તતા પૂર્વક તપાસ હાથધરી છે સમગ્ર બનાવને ૨૬ દિવસ અને યુવતીના પેનલ પીએમને ૨૧ દિવસનો સમય તથા સીઆઈડી ક્રાઈમના તપાસના ૧૨ દિવસના સમયગાળા પછી પણ એફએસલ રિપોર્ટ કે કેશ અંગે સીઆઈડી ક્રાઈમની ટીમ મગનું નામ મરી પડતી ન હોવાથી અને ફરીથી ઘટનાસ્થળનું એફએસલ ટીમ સાથેની તપાસ થી સીઆઈડી ક્રાઈમ અન્ય દિશામાં તપાસ હાથધરી હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી

શુક્રવારે સીસાઈડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમાર અને તેમની ટીમ એફએસલ ટીમ સાથે સાયરા (અમરાપુર ) ગામે પહોંચી ઘટનાસ્થળનું પુથ્થકરણ કરી વડના ઝાડ પરથી લટકતી હાલતમાં મળેલી યુવતીના મૃતદેહનો ડમી બનાવી સમગ્ર ઘટનાનું
રિકંસ્ટ્રક્શન કરી વૈજ્ઞાનિક ઢબે પુરાવવા પ્રાપ્ત કરવા ઝીણવટભરી તપાસ હાથધરી હતી  ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના જણાવ્યા અનુસાર  SIT ના વડા ગૌતમ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર કેસની ઝીણવટ ભરી તપાસ વિજ્ઞાનિક ઢબે થઈ રહી છે.વૈજ્ઞાનિક પુરાવા મેળવવા માટે ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને એફએસએલ રીપોર્ટ મામલે યોગ્ય સમયે જણાવીશ તેવું જણાવ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.