પાક.ના બલુચિસ્તાનમાં મુસાફરોની બસ પર ગોળીબાર, ૩નાં મોત

કરાચી, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક પેસેન્જર બસ પર ગોળીબાર કરતા ત્રણ લોકોના મોત અને સાત અન્ય ઘાયલ થયા હતા.
બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે, બસ કરાચીથી પ્રાંતીય રાજધાની ક્વેટા જઈ રહી હતી ત્યારે અશાંત પ્રદેશના કલાત વિસ્તારમાં તેના પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો. અત્યાર સુધી કોઈપણ ગ્‰પે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
આ ઘટનામાં ત્રણ મુસાફરોના મોત અને સાત ઘાયલ થયા હતા. ઘાયલોને કલાતની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે સુરક્ષા એજન્સીઓ, જિલ્લા વહીવટીતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગૃહમંત્રી મોહસીન નકવીએ આ હુમલાની નિંદા કરી હતી.SS1MS