યુએસમાં ગેરકાયદે રહેતાં લોકોને હવે સીધાં જેલમાં ધકેલાશે

સેન ડિએગો, અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે કાયદાકીય સત્તાનો ઉપયોગ કરીને યુએસમાં વસતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પકડવાની પ્રક્રિયા ઝડપી બનાવતા વધુમાં વધુ લોકોને જેલ હવાલે કરાશે.
આ આક્રમક નીતિને પગલે આગામી સમયમાં ભારતીયોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. આઇસીઈ ગેરકાયદે ઘુસેલા ઈમિગ્રન્ટ્સને કોર્ટમાં બોન્ડ સુનાવણી વગર જ સીધા જેલમાં ધકેલશે. અગાઉના નિયમો મુજબ જ્યાં સુધી ઈમિગ્રેશન કોર્ટમાં કેસ સુનાવણી માટે ના આવે ત્યાં સુધી ઈમિગ્રન્ટ્સને મુક્ત રહેવાની છૂટ મળતી હતી. નવી નીતિના અમલથી હવે તે શક્ય નહીં બને.
નિષ્ણાતો આ નીતિને ક્‰ર ગણાવી રહ્યા છે. આઇસીઈના કાર્યકારી ડાયરેક્ટર ટોડ લિયોન્સે ૮ જુલાઈએ કર્મચારીઓને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, એજન્સીએ લોકોની અટકાયત માટેની વ્યાપક અને જટિલ સત્તામાં ફેરફાર કર્યાે છે અને તાત્કાલિક ધોરણે તેને લાગુ કરતા હવે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ જજ સમક્ષ બોન્ડ સુનાવણી માટે અયોગ્ય ઠરશે.
આવા લોકોને ત્વરિત જેલમાં ધકેલાશે અને હોમલેન્ડ સિક્યોરિટી ડીપાર્ટમેન્ટની મંજૂરી વગર કોઈને છોડવામાં નહીં આવે. આ મુદ્દે હોમલેન્ડ સિક્યોરિટીના પ્રવક્તા ટ્રિસિયા મેકલોફલિને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સેક્રેટરી ક્રિસ્ટી નોએમ અમેરિકાને ખરેખર સુરક્ષિત રાખવા માટે આ કાયદો અમલમાં લાવ્યા છે.
જૂનના અંત સુધીમાં આઇસીઈ પાસે ઓલ-ટાઈમ હાઈ ૫૬ હજાર લોકો હતા જે તની ૪૧ હજારની ક્ષમતા કરતા વધુ છે. અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિએશના ગ્રેગ ચેને જણાવ્યું કે, કાયદેસર રીતે યુએસમાં પ્રવેશેલા અને વિઝાની મુદતથી વધુ રોકાણ કરનારા લોકોને આ નીતિથી કોઈ અસર નહીં થાય.
માત્ર સરહદ પાર કરીને ગેરકાયદે ઘુસેલા લોકો પર આ કાયદાનો અમલ કરાશે. હવે ઈમિગ્રેશન જજ વ્યક્તિગત સમીક્ષા કરે તે પૂર્વે જ વ્યક્તિને ડીટેઈન કરાશે જેથી અમેરિકાની છાપ એવા દેશની પડશે જ્યાં લોકોને જેલમાં ધકેલવા સામાન્ય હશે.
નોર્થવેસ્ટ ઈમિગ્રન્ટ રાઈટ્સ પ્રોજેક્ટના લીગલ ડાયરેક્ટર મેટ એડમ્સે ટીકા કરતા કહ્યું કે, દાયકાઓથી અમેરિકામાં વસતા અને કોઈ ગુનાઈત ઈતિહાસ ના હોય તેવા લોકોને પણ જેલમાં મોકલીને તંત્ર કાયદાનું કઠોર અર્થઘટન કરી રહ્યું છે.SS1MS