Western Times News

Gujarati News

ગોંડલમાં લમ્પી વાયરસથી ત્રણ પશુઓનાં મોતથી હડકંપ

ગોંડલ, ગોંડલ તાલુકાના હડમતાળા ગામમાં ફરી એકવાર લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે ત્રણ પશુઓના મોત થતાં પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે.

અગાઉ પણ લમ્પી વાયરસ અનેક પશુઓનો ભોગ લઈ ચૂક્યો છે, ત્યારે તેના પુનરાગમનથી ચિંતા વધી છે.ગોંડલ પંથકમાં લમ્પી વાયરસથી ત્રણ પશુઓના મોત બાદ પશુપાલકો દ્વારા ગોંડલ તાલુકાના વેટરનરી ઓફિસર ડો. જગદીશ ચૌધરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે તાત્કાલિક તેમની ટીમ સાથે હડમતાળા પહોંચીને ૪૦૦ જેટલા પશુઓનું લમ્પી વાયરસ સામે રસીકરણ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.