Western Times News

Gujarati News

રાજામૌલિનું પ્રિયંકા અને મહેશબાબુ સાથે કેન્યાનું શૂટ રદ થયું

મુંબઈ, ફિલ્મ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલિ એક મોટા બજેટની જંગલ એડવેન્ચર ફિલ્મ બનાવી રહ્યા હોવાના અહેવાલ અવાર નવાર આવી રહ્યા છે, જેમાં પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ લીડ રોલમાં છે.

તેમણે આ ફિલ્મ માટે હૈદ્રાબાદમાં અને ઓરિસ્સામાં શૂટ કરી લીધું હોવાના પણ અહેવાલો આવ્યા છે. જોકે, હજુ સુધી રાજામૌલિની ટીમ, પ્રિયંકા કે મહેશબાબુ તરફથી આ અંગે કોઈ જ વાત કરવામાં આવતી નથી. એવા અહેવાલ હતા કે ભારતનું શૂટ કરીને તેઓ કેન્યા જવા રવાના થયા હતા.પરંતુ હવે એવા અહેવાલો છે કે અચાનક જ રાજામૌલિએ કેન્યાનું શૂટિંગ રદ્દ કરી દીધું છે અને તેઓ શૂટિંગનું સ્થળ પણ બદલી રહ્યાં છે.

આળિકાના દેશોમાં અજંપાભરી સ્થિતિને કારણે તેઓ ત્યાં શૂટ કરી શકે તેમ નથી. શરૂઆતમાં તેઓ જુલાઈ મહિનામાં કેન્યામાં શૂટ શરૂ કરવાના હતા, પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર સરકાર વિરોધી આંદોલનો અને જનતાની અજંપાભરી સ્થિતી ધીરે ધીરે વધી રહી છે, ત્યારે ફિલ્મની ટીમે ક્‰ અને કલાકારોને પ્રાથમિકતા આપવાનું વિચાર્યું અને તેઓ અન્ય દેશમાં શૂટ કરી શકાય એવા સ્થળોના વિકલ્પો શોધી રહ્યા છે.

એવી ચર્ચા છે કે રાજામૌલિ હવે સાઉથ આફ્રિકા અને તાન્ઝઆનિયામાં શૂટ કરવાના વિકલ્પો શોધી રહ્યા છે, જ્યાં તેમની કલ્પના અને ઇચ્છા મુજબના ભૌગોલિક સ્થળો અને વિસ્તારો મળી રહેશે. ફિલ્મના એક ક્‰ મેમ્બરના જણાવ્યા અનુસાર, “રાજામૌલિ સર સ્પષ્ટ હતા કે એમને એવા સ્થળોમાં શૂટ કરવું છે, જે ભારતીય સિનેમામાં પહેલાં ક્યારેય જોવા ન મળ્યા હોય. તાન્ઝાનિયાના પહાડો અને સાઉથ આફ્રિકાના કેટલાક હિસ્સા તેમાં બંધ બેસે છે.”

આ અહેવાલોમાં આગળ એવું પણ જણાવાયું છે કે પ્રોડક્શન ટીમ હવે અન્ય સ્થળો પર શૂટ કરવાના વિકલ્પો શોધી રહી છે. જો તેમને શૂટ માટે મંજુરી મળી હઈ તો તેઓ જુલાઈના ત્રીજા અઠવાડિયા સુધીમાં સાઉથ આળિકામાં શૂટ શરૂ કરી દેશે. રાજામૌલિની આગળની ફિલ્મ ‘બાહુબલી’ અને ‘આરઆરઆર’ને વિશ્વ કક્ષાએ મળેલ સફળતાને કારણે આ ફિલ્મ પાસે પણ ઘણી અપેક્ષાઓ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.