5 જેટલા જોખમી બ્રિજો ભારે વાહનો માટે બંધ છતાં જાહેરનામાનો છડેચોક ભંગ

(પ્રતિનિધિ) ભરૂચ, ગંભીરા બ્રિજની બનેલી ધટના બાદ રાજય સરકાર નું તંત્ર હરકતમાં આવતા રાજય ભરમાં આવેલ જોખમી બ્રીજની તપાસ હાથ ધરવામાં આવતા નેત્રંગ તાલુકા માંથી પસાર થઇ રહેલા NH753 રોડ ઉપર નેત્રંગ તાલુકાના ઘાણીખુંટ નજીક કરજણ નદી પર ઘાણીખુંટ બ્રીજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાતા નેત્રંગ તાલુકાના મોવી ગામ અને કોચબાર ગામ નજીક NH56 પર મોવી બ્રીજ અને કોચબાર બ્રીજ ભારે વાહનો માટે જોખમી જાહેર કરાયા હતા.
નેત્રંગ તાલુકાનાં ચાસવડ ગામ અને કંબોડીયા ગામ પાસે NH56 પર ચાસવડ બ્રીજ અને કંબોડીયા બ્રીજ જોખમી જાહેર કરાયા હતા. સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ઝઘડીયાએ તા.૧૫ ના રોજ આપેલ અહેવાલ બાદ જીલ્લા મેજિસ્ટ્રેટની કચેરી ભરૂચના એન.આર.ધાધલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટકે કરેલ હુકમ મુજબ ભરૂચ ગુજરાત
પોલીસ અધિનિયમ,૧૯૫૧ ની કલમ -૩૩ (૧) (બી) અન્વયે મળેલ સતાની રૂએ હુકમની તારીખથી ભરૂચ જિલ્લામાં નેત્રંગ નજીક ઘાણીખુંટ બ્રીજ અને દ્ગૐ-૫૬ પર મોવી, કોચબાર, ચાસવડ અને કંબોડીયા બ્રીજ પર તમામ પ્રકારનાં ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા તથા ઉપરોક્ત જણાવ્યા પ્રમાણેનાં રૂટ પર વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાનો હુકમ તા.૧૫ જુલાઈ ૨૫ ના રોજ રાત્રિના પ્રસિદ્ધ કરવામાં આવ્યા
બાદ પણ તા.૧૭ જુલાઈના બપોરનાં ૨.૩૦ વાગ્યા સુધી તેનો અમલ થયો નથી જેને લઈને ભારે વાહનો જાહેર કરેલા જોખમી બ્રીજ પરથી પસાર થઈ રહેલા નજરે પડી રહ્યા છે. જાહેરનામાનો હજી સુધી અમલ થઈ રહ્યો નથી તે બાબતે પ્રાંત અધિકારી ઝઘડીયા, નેત્રંગના ઈન્ચાર્જ મામલતદાર વાલીઆ, નેત્રંગ પોલીસ સ્ટેશન પીઆઈ આર.સી.વસાવાના ઓનું દયાન દોરવામાં આવેલ હોવા છતા પણ, તંત્ર ગંભીરા બ્રિજ જેવી ધટના બને તેની રાહ જોતું હોય તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે.
કંબોડીયા બ્રીજ ઉપરથી પસાર થઈ રહેલા ભારે વાહનો તેમજ નેત્રંગ-મોવી રોડ પરથી પસાર થઈ રહેલા ભારે વાહનો જોઈ શકાય છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે જાહેરનામાનું પાલન કરવા તે જરૂરી છે નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.