ગામની પ્રાથમિક શાળા પાછળ જુગાર રમતા ૬ ઇસમો ઝડપાયા

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા , ખેડા-નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા મહે.પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ આજ તા.૧૬-૦૭-૨૦૨૫ ના રોજ એલ.સી.બી સ્ટાફના હેઙકો.મનુભાઇ, ગીરીશભાઈ, શૈલેષકુમાર, કુલદિપસિંહ હિરેનુકમાર એ રીતેના એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો નડિયાદ રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા
દરમ્યાન દવાપુરા પાટીયા પાસે આવતા સ્ટાફના હેડ.કો. મનુભાઇ રમેશભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે, દવાપુરા ગામમાં પ્રાથમિક શાળા પાછળ ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો ભેગા થઈ પોત્તાના અંગત ફાયદા સારૂ પત્તા-પાનાથી પૈસાથી હાર જીતનો જુગાર રમી-રમાડે છે.
જે માહીતી આધારે સદરહું જગ્યાએ જઇ રેઇડ કરતા (૧) આકીલમીયા મહેમુદમીયા મલેક રહે.કાલસર ઇન્દીતા નગરી તા. ઠાસરા (૨) મુનાફઉલ્લાખાન અમનઉલ્લાખાન પઠાણ રહે.પેટલાદ કાલકા ગેટ શેખવાડા તા.પેટલાદ જી.આણંદ (૩) મંહમદતૌફીક ગુલામહુસેન મલેક રહે.ખંભાત લાલ દરવાજા જંહાગીર પુરા તા.ખંભાત (૪) આશીસભાઇ રાકેશભાઇ રાણા
રહે.ઉમરેઠ વડા બજાર ગોલવાડ તા.ઉમરેઠ જી.આણંદ (૫) નીરવકુમાર કનુભાઇ પારેખ રહે.ઢુણાદરા ગ્રામ પંચાયત પાસે તા.ઠાસરા (૬) સાકીરહુસેન અબ્દુલકરીમ બેલીમ રહે.અંધાડી કસ્બામાં તા.ગળતેશ્વર જી.ખેડા જે પકડાયેલ તમામ ઇસમોની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂ.૧૬,૦૦૦/- તથા દાવ ઉપર થી મળેલ રોકડા રૂ.૫૩૦૦/-તથા પત્તા-પાના નંગ-પર કિંમત. રૂ.૦૦/૦૦- તથા દૈનિક પેપર-૦૧ કિંમત. રૂ.૦૦/૦૦- મળી કુલ્લે રૂ.૨૧,૩૦૦/-ના મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા સદર ૬ ઇસમો વિરુદ્ધમાં નડિયાદ રૂરલ પો.સ્ટે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.