લો બોલોઃ PWDની ઓફિસમાં કોન્ટ્રાક્ટરો ફાઈલો જાતે ચેક કરે છે

અધિકારીની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરો ફાઈલો ચેક કરતી વેળા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ પહોંચી જતા મામલો ગરમાયો-ભરૂચ નગરપાલિકામાં PWD વિભાગની ઓફિસમાં એન્જિનિયરની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરોનો જમાવડો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકા કોન્ટ્રાક્ટરનું હબ બની રહ્યું હોય તેવા અનેક વાર આક્ષેપો વચ્ચે હવે તો નગરપાલિકામાં પવડી વિભાગમાં અધિકારી હાજર ન હોવા છતાં કોન્ટ્રાક્ટરો બિન્દાસ બેસી ફાઈલો ફમફોડી રહ્યા હોવાની ઘટના સામે આવતા વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદે કોન્ટ્રાક્ટરોનો ઉઘડો લેતા
સમગ્ર મામલો વિવાદમાં આવતા જ અધિકારી અન્ય તાલુકામાં ચાર્જમાં હોય તો તેની કેબિનમાં કોન્ટ્રાક્ટર કેવી રીતે પથારો નાખી શકે તેવા સવાલો ઉભા થતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત થવાના આક્ષેપો કરવા સાથે સીસીટીવી લગાડવાની માંગ કરી છે.
ભરૂચ નગરપાલિકાના પ.વ.ડી વિભાગમના એન્જિનિયર જયેશ સોનગરા આમોદ પાલિકાના ચાર્જમાં હોય અને તેઓ આમોદ હોવા છતાં તેમની ભરૂચ નગરપાલિકાની ઓફિસમાં ફુલ એસીમાં કોન્ટ્રાક્ટરો પથારા નાખી ફાઈલો ફમફોડી રહ્યા હોવાની ઘટના સામે આવતા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ આક્ષેપ કર્યા કે જ્યારે અધિકારી પોતાની કેબિનમાં હજાર નહીં
અન્ય તાલુકામાં ચાર્જમાં હોય તો કોન્ટ્રાક્ટરો એવા તો કેવા અધિકારીઓ સાથે સંબંધ ધરાવે છે કે અધિકારીની ગેરહાજરીમાં તેમની કેબિનમાં બેસી સરકારી ફાઈલો ચેક કરી શકે જેને લઈ વિપક્ષના નેતાએ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કચેરીમાં જ જાહેરમાં ઉધડો લેતા હવે નગરપાલિકામાં પદા અધિકારીઓ કરતા વધુ કોન્ટ્રાક્ટરો અધિકારીઓ સાથે ઘરબો ધરાવતા હોય તેવા આક્ષેપ સાથે વિપક્ષના નેતાએ કારોબારી ચેરમેન અને નગરપાલિકાના પ્રમુખને તાત્કાલિક આવા અધિકારીઓ સામે પગલાં ભરવા અને કોન્ટ્રાક્ટરો નગરપાલિકાની કોઈપણ ફાઈલો અધિકારીઓની ગેરહાજરીમાં લઈ ન શકે તે બાબતે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે.
આ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે પણ કહ્યું હતું કે વિપક્ષ નેતા તરફથી મૌખિક રજૂઆત મળી છે કે નગરપાલિકામાં અધિકારીઓની ગેરહાજરીમાં તેમની કેબિનમાં કોન્ટ્રાક્ટરો અડીંગો જમાવે છે એટલું જ નહીં ફાઈલો પણ અધિકારીઓની ગેરહાજરીમાં જ લઈને અંદર શું કરે છે અને કાલે ઊઠીને કોઈપણ ડોક્યુમેન્ટ ગુમ થયા કે પછી અન્ય કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે નગરપાલિકાના પ્રમુખે પણ આ બાબતે અધિકારીને નોટિસ આપી યોગ્ય ખુલાસો માંગવામાં આવશે અને ચાર્જમાં આમોદ હોય તો ભરૂચની કેબિન તેમની ખુલ્લી કેવી રીતે રહી અને કોન્ટ્રાક્ટર કેમ અંદર બેઠા તે અંગે ખુલાસા માંગવાની પણ બાહેંધરી આપી છે.
નગરપાલિકાની તમામ ઓફિસોમાં સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવે ને તેનો ખર્ચો પાડવામાં આવે તે માટે બોર્ડની મિટિંગમાં પણ વિપક્ષનો પ્રથમ મુદ્દો રહેશે જેનાથી નગરપાલિકાની પ્રાઈવેસી જળવાશે અને કોઈ અધિકારી કે કર્મચારી ખોટું કરતાં પણ ખચકાશે અને તે બાબતે સત્તાપક્ષે પણ સહકાર આપવો પડશે તેમ વિપક્ષે કહ્યું હતું.