Western Times News

Gujarati News

અમેરિકામાં હુમલો કે ચોરી કરનારના વિઝા રદ થશેઃ US એમ્બેસી

નવી દિલ્હી, અમેરિકામાં હવે જો કોઈ ઉપર હુમલો કરાયો કે ચોરીના ગુનામાં સંડોવણી હોવાનું ખુલશે તો તે વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે તેટલું જ નહીં પરંતુ તેના વિઝા પણ રદ કરાશે અને ભવિષ્યમાં આવા વ્યક્તિને વિઝા માટે અયોગ્ય ઠેરવાશે તેમ ભારત સ્થિત યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું.

આ નિર્ણય એવા સમયે જાહેર કરાયો છે જ્યારે બુધવારે અમેરિકામાં એક સ્ટોરમાંથી ભારતીય મહિલાને કેટલીક મોંઘી ચીજવસ્તુઓની ચોરી કરતા સ્થાનિક પોલીસે રંગેહાથ ઝડપી હતી.

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો જેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. યુએસ એમ્બેસીએ એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું કે, યુએસ કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરે છે અને વિદેશી પ્રવાસીઓ પણ અહીંના કાયદાનું પાલન કરે તેવી અપેક્ષા રાખે છે.

યુએસમાં હવેથી હુમલો અથવા ચોરીના ગુનામાં સંડોવણી જણાશે તો માત્ર કાયદાકીય કાર્યવહી થશે એટલું નહીં પણ આરોપીના વિઝા રદ કરવા સુધીના કડક પગલાં લેવાશે અને ભવિષ્યમાં તેને અયોગ્ય ઠેરવાશે.

૧૯ જૂને ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુએસના વિઝા વિશેષાધિકાર છે અધિકાર નથી. વિઝા ફાળવવામાં આવ્યા બાદ તપાસ બંધ થતી નથી અને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે છે તો અધિકારીઓ વિઝા રદ કરવાની સત્તા ધરાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.