ફરહાન અખ્તરની ‘૧૦૨ બહાદુર’નું ટીઝર ‘વાર ૨’ સાથે લોંચ થશે

મુંબઈ, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ઘણી મોટી અને સફળ ફિલ્મ મળી છે, જેમાં કેજીએફ ળેન્ચાઇઝી સહિતની ફિલ્મનો સમાવેશ થાય છે. આ બેનર દ્વારા એવી ફિલ્મ આવે છે, જેની સાથે સમગ્ર દેશ પોતાની જાતને જોડી શકે છે. હાલ તેઓ ફરહાન અખ્તર લીડ રોલમાં છે એવી ‘૧૨૦ બહાદુર’ ફિલ્મ પર કામ કરી રહ્યા છે.
આ ફિલ્મની રિલીઝ તો નવેમ્બરમાં છે પરંતુ તેના અંગે અત્યારથી જ ઘણી ઉત્સુકતા છે. ત્યારે હાલ એવા અહેવાલો છે કે એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા ફિલ્મનું ટીઝર લોંચ કરવાની તૈયારી કરી લેવાઈ છે, ઓગસ્ટના પહેલા વીકમાં આ ટીઝર લોકોને જોવા મળે એવી શક્યતા છે.
કેટલાક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ‘૧૨૦ બહાદુર’નું ટીઝર લોંચ કરવું એ મહત્વની ઘટના છે, ત્યારથી આ ફિલ્મનું પ્રમોશન શરૂ થશે, તેથી મુંબઈમાં ટીઝર લોંચ માટે પણ એક મોટી ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રએ જણાવ્યું,“૧૨૦ બહાદુર એક મોટા સ્કેલની એક્શન ફિલ્મ છે અને તેની એક્શન સિકવ્ન્સ માટે ટીમ દ્વારા ઇન્ટરનેશનલ ક્‰ની પણ મદદ લેવામાં આવી છે. એક્સેલ દ્વારા આ પહેલાં લક્ષ્યમાં યુદ્ધની વાત કરવામાં આવી હતી, આ બીજી ફિલ્મ છે અને તેના માટે સમગ્ર ટીમ મહેનત કરી રહી છે.”
ફરહાન અખ્તરની આ ફિલ્મમાં તે મજર શૈતાન સિંહનો લીડ રોલ કરી રહ્યો છે, જે એક વીરતા અને દેશભક્તિની શક્તિશાળી ફિલ્મ છે, “ફરહાનને બાયોપિકમાં ઘણો રસ પડે છે, ભાગ મિલખા ભાગ પણ તેની કૅરિઅરની એક સફળ અને મહત્વની ફિલ્મ રહી છે. મેજર શૈતાન સિંહના રોલ માટે પણ ફરહાને ઘણી મહેનત કરી છે.
મજેર શૈતાન સિંહ ભાટી તરીકે તે ક્યારેય ન દેખાયો હોય એવા અવતારમાં જોવા મળશે. તેથી તેઓ હવે સામાન્ય માર્કેટિંગ કેમ્પેઇનથી અલગ રીતે થિએટર રિલીઝ માટે જાગૃતિ લાવવા માગે છે.”
હાલ તો એવી ચર્ચા છે કે ૧૪ ઓગસ્ટે પ્રજાસત્તાક દિન નિમિત્તે આ ફિલ્મનું ટીઝર લોંચ કરવામાં આવશે. મોટા ભાગે આ ટીઝર ‘વાર ૨’ સાથે જોડી દેવાશે, રજા અને તહેવારોના દિવસોમાં મોટા પાયે બનેલી ફિલ્મ ‘વાર ૨’ જોવા ઘણા લોકો થિએટરમાં જશે, ત્યારે તેમને દેશના વિવિધ મલ્ટિપ્લેક્સમાં પણ લોકો જોઈ શકે.
હાલ ફરહાનની આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન ચાલે છે, તેમાં એડિટિંગ, સાઉન્ડ ડિઝાઇન અને વીએફએક્સ સહિતનું કામ પૂર જોશમાં ચાલે છે, પછી તરત જ તેનું મોટા પાયે પ્રમોશન શરૂ થશે.
આ કામ પૂરું થતાં જ ફરહાન અખ્તર તેની આગામી ફિલ્મ ‘ડોન ૩’ નું કામ શરૂ કરશે, જે જાન્યુઆરી ૨૦૨૬માં શરૂ થશે એવી શક્યતા છે. તેમાં રણવીર સિંહ અને ક્રિતિ સેનન લીડ રોલમાં હશે, બાકીના રોલ માટે કાસ્ટિંગ ચાલુ છે.
તેના વિલન માટે કોઈ જાણીતો કલાકાર લેવાની ટીમની તૈયારી છે.રઝનીશ રેઝી ઘાઈ દ્વારા ‘૧૨૦ બહાદુર’ ડિરેક્ટ કરવામાં આવી છે તેમજ ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને અમિત ચંદ્રા દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી છે, જે ૨૧ નવેમ્બરે રિલીઝ થશે.SS1MS