Western Times News

Gujarati News

કાજોલે સૈફ અલી ખાન અને દીકરા ઈબ્રાહિમની સરખામણી કરી

મુંબઈ, કાજોલ સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ સાથે એક ફિલ્મમાં કામ કરી ચૂકી છે, જે ટૂંક સમયમાં ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. ત્યારે તાજેતરમાં કાજોલે એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચે સરખામણી કરી હતી. બંનેના વખાણ કરતા કાજોલે કહ્યું કે બંનેનો કરિશ્મા જ અલગ છે, બંનેની હાજરી સેટ પર અલગ ઉર્જા લઇને આવે છે.

કાજોલે ઇન્ટરવ્યૂમાં કહ્યું, “કેમેરાને એમના બંને પ્રત્યે પ્રેમ છે. તેમના બંનેમાં એક અલગ વાત છે. સૈફમાં મુખ્ય પાત્ર જેવી ઉર્જા રહેલી છે, એવા પ્રકારનો વ્યક્તિ છે. જ્યારે બીજી તરફ ઇબ્રાહિમ, સેટ પર શાંતિથી પોતાના કામમાં જ બેસી રહે છે.

મને લાગે છે કે તે એ ક્ષણે પાત્રમાં રહેવા માગતો હતો અને શાંતિથી બેસતો હતો.”કાજેલ અને સૈફ અલી ખાન છેલ્લા ત્રણ દાયકામાં કેટલીક ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. ૧૯૯૪માં પહેલી વખત ‘યે દિલ્લગી’, ‘બમ્બઈ કા બાબુ’, ‘હંમેશા’ અને છેલ્લે ૨૦૨૦માં ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’માં તેમણે સાથે કામ કર્યું હતું. હવે તેની ઇબ્રાહિમ અલી ખાન સાથે ‘સરઝમીન’ ફિલ્મ આવી રહી છે.

ઇબ્રાહિમે છેલ્લે ખુશી કપૂર સાથે ‘નાદાનિયાં’થી ડેબ્યુ કર્યું છે. હવે કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની સરઝમીનમાં તે એક લેયર્ડ રોલમાં જોવા મળશે. આ ફિલ્માં પૃથ્વીરાજ સુકુમારન લીડ રોલમાં જોવા મળશે. સૈમિલ શુક્લા અને અરુણ સિંઘે આ ફિલ્મ લખી છે. કાયોઝ ઇરાનીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જે હોટસ્ટાર પર ૨૫ જુલાઈએ રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.