‘લવ એન્ડ વાર’માં થશે રણબીર અને વિકી વચ્ચે મોટી ટક્કર

મુંબઈ, હાલ સંજય લીલા ભણસાલી વિકી કૌશલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ‘લવ એન્ડ વાર’નું શૂટ કરી રહ્યા છે. આ ફિલ્મને ભણસાલીનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી અને મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે.
ત્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મમાં બે કલાકારો વચ્ચેનો એક ઐતિહાસિક એક્શન સીન જોવા મળશે. ઇન્ડસ્ટ્રીના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ‘લવ એન્ડ વાર’માં રણબીર અને વિકીના પાત્રો વચ્ચે એક મોટી ટક્કર જોવા મળશે.
તેને ભારતીય સિનેમાની સૌથી મહત્વની અને યાદગાર સિકવન્સ ગણવામાં આવી રહી છે. આ સીન માટેની તૈયારીઓ મોટા પાયે કરવામાં આવી છે અને તેનું શૂટ એક ખાનગી સ્થળ પર થઈ રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે આ સીન એક ભવ્યાતિભવ્ય સિનેમેટિક ઇવેન્ટ બની રહેશે.
સૂત્રએ જણાવ્યા અનુસાર, “બે પાવરહાઉસ એક્ટર વિકી અને રણબીર ભણસાલીના કેન્વાસ પર એકબીજા સાથે બાથ ભીડશે, આ એક એવો સીન હશે, જે દર્શકોએ આ પહેલાં ક્યારેય જોયો નહીં હોય.”ભણસાલી તેમના ભવ્ય સેટ અને કલાત્મક સિક્વન્સ માટે જાણીતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે, પછી તે દેવદાસનો ઐશ્વર્યા અને શાહરુખ વચ્ચેનો ક્લાઇમેક્સ હોય કે પછી પદ્માવતનો જોહરનો સીન હોય. લવ એન્ડ વાર તેનાથી પણ વધારે ઉંચા સ્તર પર લઇ જશે.એવી ચર્ચા છે કે લવ એન્ડ વારમાં ૬૦થી ૭૦ના દાયકાની સ્ટોરી છે અને તેમાં પ્રણય ત્રિકોણ અને સંઘર્ષની વાત છે. એવી પણ ચર્ચા છે કે તેઓ બંને એર ફોર્સ પાયલોટનો રોલ કરશે.
એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મ રાજ કપૂરની ફિલ્મ સંગમથી પ્રેરિત છે, પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ભણસાલીએ આ વાતને નકારી કાઢી હતી. જાન્યુઆરી ૨૦૨૪માં લવ એન્ડ વારની જાહેરાત થઈ હતી, આ ફિલ્મ માર્ચ ૨૦૨૬માં રિલીઝ થવાની છે.ભણસાલીની આ ફિલ્મની રાહ તો આતુરતાથી જોવાય છે, ભણસાલીનો એક અલગ દર્શક વર્ગ છે, પરંતુ તાજેતરમાં આ ફિલ્મ થોડાં અલગ કારણોસર પણ ચર્ચામાં છે, ભણસાલી રણબીર કપૂર, આલિયા અને વિકી કૌશલ સાથે આ ફિલ્મ બનાવી રહ્યા છે.
આ પહેલાં તેમણે અને રનવીર સિંહે સાથે મળીને રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી બેક ટુ બેક ત્રણ સફળ ફિલ્મ આપી હતી. ત્યારે નવી ફિલ્મ માટે રણવીરને ન લેવાતા તેને ભણસાલીથી માઠું લાગ્યું હોવાની એવી ચર્ચા છે કે, રણવીરને ભણસાલી સાથે વાંધો પડ્યો છે. કેટલાંક અહેવાલો મુજબ ભણસાલીએ રનવીરને આ ફિલ્મ ઓફર તો કરી હતી, પરંતુ તેને સેકન્ડ લીડ રોલ કરવામાં રસ નહોતો એટલે આ રોલ વિકી કૌશલને આપી દેવાયો. તેથી બંને વચ્ચે વાંધો વધી રહ્યો છે, એટલે સુધી કે રનવીરે પોતાના ૪૦મા જન્મદિવસની ઉજવણીમાં સંજય લીલા ભણસાલીને આમંત્રણ આપ્યું નહોતું.
આ અંગેના અહેવાલોમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “૬ જુલાઈએ રનવીરે પોતાનો ૪૦મો જન્મ દિવસ ઉજવ્યો, જેમાં તેણે એક ગેટ ટુગેધર રાખ્યું હતું, જ્યાં તેણે પોતાના નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. તેમાં રનવીરને સુપરસ્ટાર બનાવતી ફિલ્મો આપનાર ભણસાલીને આમંત્રણ પણ અપાયું નહોતું. તેનો અર્થ એવો થયો કે તેઓ હવે નજીકના મિત્રો પણ રહ્યાં નથી. એવા પણ અહેવાલો હતા કે રણવીર સિંહ અને ભણસાલી આલિયા સાથે બૈજુ બાવરા બનાવશે.SS1MS