કેમ્પસે અમદાવાદમાં નવા સ્ટોર લોંચ સાથે ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું

– આ નવો સ્ટોર 695 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે, જે કેમ્પસના આધુનિક અને ટ્રેન્ડ-ફૂટવેરનું નવીનતમ કલેક્શન રજૂ કરે છે
– ગ્રાહકો ફ્લેટ 40 ટકા છૂટની આકર્ષક સેલ ઓફર મેળવી શકે છે
અમદાવાદ, 18 જુલાઇ, 2025: ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ પૈકીની એક કેમ્પસે અમદાવાદ*માં તેના નવા સ્ટોરની શરૂઆત કરીને ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિને મજબૂત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ ગ્રાહક સુધીની પહોંચમાં વધારો કરવાની તથા બેજોડ ઓમ્ની-ચેનલ અનુભવ ડિલિવર કરવાની બ્રાન્ટની કટીબદ્ધતા સાથે સુસંગત છે. Campus expands retail footprint in Gujarat with new store launch in Ahmedabad
આ નવો સ્ટોર 695 ચોરસફૂટમાં ફેલાયેલો છે, જે પુરુષો અને મહિલાઓ બંન્ને માટે સ્ટાઇલિશ અને ફંક્શનલ ફૂટવેર સહિત કેમ્પસના નવીનતમ કલેક્શનને રજૂ કરે છે. અહીં ગ્રાહકો સ્નીકર્સ, પર્ફોર્મન્સ શુઝ તેમજ બેટમેન અને સુપરમેન જેવાં જાણીતા પાત્રોથી પ્રેરિત એક્સક્લુઝિવ વોર્નર બ્રધર્સ કલેક્શનની મર્યાદિત આવૃત્તિ સાથે વૈવિધ્યસભર શ્રેણી જોઇ શકે છે. આ લોંચની ઉજવણી કરવા તથા મૂલ્ય-આધારિત ખરીદીનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે કેમ્પસે ફ્લેટ 40 ટકા છૂટ ઓફર કરી રહ્યું છે. આ આકર્ષક ઓફર ગ્રાહકોને બ્રાન્ડના હાઇ-ક્વોલિટી અને ઓન-ટ્રેન્ડ, ફેશનેબલ ફૂટવરનો અનુભવ કરવાની ઉત્તમ તક આપે છે.
આ પ્રસંગે કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના સીઇઓ અને પૂર્ણકાલિન ડાયરેક્ટર નિખિલ અગ્રવાલે કહ્યું હતું કે, “અમદાવાદ સ્ટોરની શરૂઆત પ્રમુખ માર્કેટમાં અમારા વ્યૂહાત્મક વિસ્તરણમાં વધુ એક સીમાચિહ્ન છે. આ વિસ્તરણ ગ્રાહકોની પહોંચમાં વધારો કરવો અને ખરીદીનો સુવિધાજનક અનુભવ પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. અમે મજબૂત બજાર માગને જોતાં ભારતના પસંદગીના સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ તરીકે અમારી ઓળખને મજબૂત કરવા અમારી વૃદ્ધિની યોજનાઓને વેગ આપી રહ્યાં છીએ. આ નવો સ્ટોર મજબૂત ઓમ્ની-ચેનલ ઉપસ્થિતિની રચના કરવાની અમારી કટીબદ્ધતા સૂચવે છે, જેથી અમારા મૂલ્યવાન ગ્રાહકો સાથે જોડાઇ શકાય.”
આ સ્ટોરના ઉમેરા સાથે હવે કેમ્પસ દેશભરમાં 294 એક્સક્લુઝિવ રિટેઇલ આઉટલેટ્સનું સંચાલન કરે છે, જે બ્રાન્ડની ઝડપી અને વ્યૂહાત્મક વૃદ્ધિ દર્શાવે છે. અગ્રણી માર્કેટમાં તાજેતરમાં સ્ટોરના પ્રારંભથી બ્રાન્ડની પહોંચમાં નોંધપાત્ર વધારો થયો છે તથા ગ્રાહકોના વિશાળ આધારની સુવિધા વધી છે.
કેમ્પસ સ્ટાઇલ અને કાર્યક્ષમતા બંન્ને ઇચ્છતા ટ્રેન્ડ પ્રત્યે જાગૃત ગ્રાહકો માટે પસંદગીના ડેસ્ટિનેશન તરીકે તેની ઉપસ્થિતિ મજબૂત કરવા ઉપર ધ્યાન આપી રહ્યું છે. તે યુવાનોને ફેશન પસંદગીઓ દ્વારા અભિવ્યક્તિ માટે પ્રેરણા આપે છે.
ગ્રાહકો તમામ દિવસ સ્ટોરની મુલાકાત લઇ શકે છે. કેમ્પસના શુઝ www.campusshoes.com ઉપર તથા ઇ-કોમર્સ ફેશન અને માર્કેટ પ્લેસ ઉપર પણ ઉપલબ્ધ છે.