Western Times News

Gujarati News

નાર્વે અને ન્યૂઝીલેન્ડની વસતી કરતાં પણ વધુ PM આવાસ બિહારમાં બનાવ્યાઃ વડાપ્રધાન

આ ધરતીની પ્રેરણા બિહારનું નવુ ભવિષ્ય બનાવશે

મોતિહારી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બિહારના મોતિહારી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમારના વખાણ કર્યા હતા. ત્યારે વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, બિહારના મોતિહારીને મુંબઈની જેમ વિકસાવવામાં આવશે.

જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે, નાર્વે અને ન્યૂઝીલેન્ડની વસતી કરતાં પણ વધુ પીએમ આવાસ બિહારમાં બનાવામાં આવ્યા છે. પીએમ મોદીએ મોતિહારીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ ધરતી ચંપારણની ધરતી છે.

PM Modi lays foundation stone, inaugurates development works in Motihari, Bihar

આ ધરતીએ ઈતિહાસ બનાવ્યો છે. આઝાદીના આંદોલનમાં આ ધરતીએ ગાંધીજીને નવી દિશા બતાવી હતી. હવે આ ધરતીની પ્રેરણા બિહારનું નવુ ભવિષ્ય પણ બનાવશે. બિહારના વિકાસની વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ૨૧મી સદીમાં દુનિયા બહુ આગળ વધી રહી છે.

એક સમયે જે તાકાત માત્ર પશ્ચિમી દેશો પાસે હતી, જેમાં હવે પૂર્વના દેશોનો પણ દબદબો અને ભાગીદારી વધી રહી છે. જેમાં પૂર્વના દેશો વિકાસની નવી રફતાર પકડી રહ્યા છે. આગામી સમયમાં મુંબઈની જેમ મોતિહારીનું પણ નામ હશે. પૂણેની જેમ પટનામાં પણ ઔધોગિક વિકાસ થશે. સંથાલ પરગણાનો પણ સુરતની જેમ વિકાસ થાય, જલપાઈગુડી અને જાજપુરમાં જયપુરની જેમ પર્યટનના નવા રેકોર્ડ બને અને વીરભૂમના લોકો પણ બેંગ્લોરની જેમ પ્રગતિ કરે.

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ અને આરજેડીની સરકાર હતી, ત્યારે યુપીએના ૧૦ વર્ષમાં બિહારને ફક્ત ૨ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. કેન્દ્રમાં આપણી સરકાર આવ્યા બાદ મે બિહારથી બદલો લેનારી જૂની રાજનીતિને જ સમાપ્ત કરી નાખી. છેલ્લા ૧૦ વર્ષમાં દ્ગડ્ઢછએ બિહારના વિકાસ માટે જે રકમ ફાળવી છે તે પહેલા કરતાં અનેકગણી વધુ છે. કોંગ્રેસ અને ઇત્નડ્ઢ ગરીબો, દલિતો, પછાત અને આદિવાસીઓના નામે રાજનીતિ કરતાં આવ્યા છે.

પીએમ આવાસ યોજનાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા ૧૧ વર્ષમાં પીએમ આવાસ યોજના હેઠળ દેશના ગરીબો માટે ૪ કરોડથી વધુ ઘર બનાવાયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.