Western Times News

Gujarati News

રશિયા અને ચીને ભેગા મળી NATOને જવાબ આપવા બનાવ્યો નવો પ્લાન

AI Image

રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે બેઈજિંગ અને નવી દિલ્હી સાથે RIC સહયોગને પુનઃ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી-નાટો ચીફની ધમકી બાદ રશિયા અને ચીન બનાવ્યો નવો પ્લાન

(એજન્સી)નવી દિલ્હી, નાટોએ અનેક ધમપછાડા કરવા છતાં રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનો ચાલુ રાખતાં ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. નાટો યુક્રેનની તરફેણમાં છે અને હવે છેલ્લાં કેટલાંક સમયથી યુદ્ધ લડવા માટે યુક્રેનને હથિયારો પણ પૂરા પાડે છે. એટલું જ નહીં, અમેરિકાએ ખુલ્લેઆમ યુક્રેનને ટેકો આપી હથિયારોનો મોટો જથ્થો આપવાની જાહેરાત કરી છે.

નાટોના અનેક વખત પ્રયાસો છતાં આ યુદ્ધ અટકતું નથી. જેના પરિણામે હવે યુક્રેન પણ નાટોના હથિયારોથી રશિયા ઉપર હુમલો કરવા લાગ્યો છે.

આ પરિસ્થિતિના પગલે અન્ય દેશો ઉપર પણ રશિયા હુમલો કરે તેવી દહેશત સેવાઈ રહી છે. જેના પગલે રશિયાના પ્રમુખને સમજાવી શકે તેવી માત્ર ત્રણ જ વ્યક્તિ જિનપિંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલ દેશના પ્રમુખને ખુલ્લેઆમ ધમકી આપી યુદ્ધ અટકાવો નહીં તો ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે.

જોકે, તેનો સ્પષ્ટપણે જવાબ ભારતે ઝુક્યાં વગર આપી દીધો છે. ભાવિ રણનીતિ ઘડવા હવે ભારત, ચીન અને રશિયાની ત્રિપુટી નાટોને જવાબ આપવા નક્કર કાર્યવાહી કરે તેવી સંપૂર્ણ શક્યતા છે. આમ, ભારત અને ચીન લાંબા વિવાદ બાદ એકસાથે કામ કરશે જે ભારત અને ચીન બંનેના હિતમાં છે.

રશિયાની આરઆઈસી (રશિયા-ભારત-ચીન ત્રિપુટી)ની બેઠકને પુનઃ શરૂ કરવાની પહેલનું ચીને સમર્થન કર્યું છે. રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એન્ડ્રેઈ રૂડેન્કોએ બેઈજિંગ અને નવી દિલ્હી સાથે આરઆઈસી સહયોગને પુનઃ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જેને ચીને સમર્થન આપ્યું છે. જ્યારે ભારતે ત્રણેય દેશોની સુવિધા પર આ બેઠક નિર્ભર રહેવાનું નિવેદન આપ્યું છે. ચીને આરઆઈસી બેઠક ફરી શરૂ કરવા મુદ્દે સમર્થન આપતાં કહ્યું છે કે, આ અત્યંત જરૂરી છે, જેથી ક્ષેત્રીય સ્તર પર શાંતિ અને સ્થિરતા જળવાઈ શકે. ચીન નિÂષ્ક્રય બનેલી આરઆઈસી ત્રિપુટી ફરી એકજૂટ થાય તે વાતને સમર્થન આપે છે.

આ ત્રિપક્ષીય સહયોગ માત્ર ત્રણેય દેશોનું હિત જ નહીં, પણ ક્ષેત્ર અને વિશ્વની સુરક્ષા તથા સ્થિરતા માટે જરૂરી છે. જો કે, આ ત્રિપુટીમાં ભારત પણ અત્યંત મહત્ત્વનો ભાગીદાર છે. ચીન અને રશિયા બંને માટે ભારતને સાથે લઈને ચાલવુ જરૂરી છે. ઉલ્લેખનીય છે, એકબાજુ નાટોએ ભારત, બ્રાઝિલ અને ચીનને રશિયા સાથે બિઝનેસ કરવા બદલ ટેરિફ પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે,

તો બીજી બાજુ રશિયા ભારત અને ચીન સાથે હાથ મિલાવવા માટે આરઆઈસી સહયોગ પુનઃસ્થાપિત કરવા અપીલ કરી રહ્યું છે. પશ્ચિમી દેશો અને અમેરિકાની લાબિંગ વચ્ચે ચીન, ભારત અને બ્રાઝિલ જેવા મોટા દેશોનું સમર્થન મળી રહે તે હેતુ સાથે રશિયાએ આ પહેલ કરી છે. ભારત તરફથી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઇૈંઝ્ર બેઠક મુદ્દે કહ્યું કે, આ એક એવુ ફોરમ છે, જ્યાં ત્રણ દેશ ભેગા થાય છે, મળે છે અને પોતાના હિતના વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દા પર ચર્ચા કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.