અપોલો હોસ્પિટલ્સ અમદાવાદે સતત ચોથી વખત JCI એક્રિડિટેશન મેળવ્યું

અમદાવાદ, અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદે સતત ચોથી વખત જોઇન્ટ કમીશન ઇન્ટરનેશનલ (જેસીઆઇ) એક્રિડિટેશન મેળવ્યું છે. સ્વાસ્થ્ય સેવામાં ગુણવત્તા અને દર્દીની સલામતીમાં સર્વોચ્ચ ધોરણો માટે વિશ્વભરમાં જાણીતું જેસીઆઇ એક્રિડિટેશન દર્દીઓને ખાતરી આપે છે કે હોસ્પિટલ આરોગ્ય સંભાળ, માળખાકીય સુવિધાઓ, સંચાલકીય ઉત્કૃષ્ટતા અને કર્મચારીઓની યોગ્યતામાં 1,000થી વધુ સખત ધોરણોને પૂર્ણ કરે છે.
હોસ્પિટલે પહેલીવાર વર્ષ 2016માં જેસીઆઇ એક્રિડિટેશન મેળવ્યું હતું અને ત્યારથી જ સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરતી કામગીરી જાળવી રાખી છે. જેસીઆઇ હેલ્થકેરમાં વિશ્વમાં સૌથી વધુ અપેક્ષિત એક્રિડિટેશન પૈકીનું એક છે, જે માત્ર એવી જ સંસ્થાઓને અપાય છે કે જે દર્દીની સલામતી, ક્લિનિકલ પરિણામો અને સંસ્થાકીય પ્રક્રિયાઓમાં સતત ઉત્કૃષ્ટતા દર્શાવે છે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીઇઓ કમાન્ડર જેસલોન કવલક્કટે કહ્યું હતું કે, સતત ચોથી વખત જેસીઆઇ એક્રિડિટેશન અમારા ડોક્ટર્સ, નર્સિંગ ટીમ અને સપોર્ટ સ્ટાફના અતૂટ સમર્પણ દર્શાવે છે. આ સન્માન એક પ્રતીકથી પણ વિશેષ છે, જે અમારા દર્દીઓ માટે એક આશ્વાસન છે કે તેમને જે સુવિધા મળી રહી છે તે ગુણવત્તા, દર્દીની સલામતી અને ઉત્કૃષ્ટતાના સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવે છે.
આ એક્રિડિટેશન પ્રક્રિયામાં નિષ્ણાંત આંતરરાષ્ટ્રીય સર્વેયર દ્વારા સખત મૂલ્યાંકન સામેલ છે. સેફર મેટ્રિક્સ (જોખમ મૂલ્યાંકન હેતુ સર્વેક્ષણ વિશ્લેષ)ના માધ્યમથી જેસીઆઇ ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરે છે, જેનાથી હોસ્પિટલને દર્દીના પરિણામોની સુરક્ષા કરતાં સતત સુધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદની સતત ચાર સાઇકલ સુધી એક્રિડિટેશન જાળવી રાખવાની ક્ષમતા, ગુણવત્તા અને ક્લિનિકલ કામગીરીની મજબૂત સંસ્કૃતિ દર્શાવે છે. આ પશ્ચિમ ભારતના એવાં કેટલાંક હોસ્પિટલ પૈકીના એક છે કે જેણે સતત આ માન્યતા હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદની પ્રતિષ્ઠાને એક અગ્રણી હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂશન તરીકેની પ્રતિષ્ઠાને મજબૂત કરે છે, જે દર્દીની સેવા અને સુરક્ષામાં સર્વોચ્ચ વૈશ્વિક ધોરણો માટે કટીબદ્ધ છે.