Western Times News

Gujarati News

RPF અમદાવાદ મંડળએ વિવિધ ઝુંબેશના હેઠળ કર્યા પ્રશંસનીય કાર્ય

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રતિબદ્ધતા ની સાથે-સાથે જુલાઈ મહિના દરમિયાન (01.07.2025 થી 14.07.2025 સુધી) “સેવા હી સંકલ્પ” હેઠળ આઈજી-સહ-પ્રધાન ચીફ સિક્યુરિટી કમિશનર શ્રી અજય સદાનીના સક્ષમ નેતૃત્વ હેઠળ સતત આગળ વધીને રેલવે પરિસર, રેલવે મુસાફરો અને માળખાગત સુવિધાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર સમર્પણ અને કાર્યક્ષમતા દર્શાવી છે, જેના હેઠળ વિવિધ ઝુંબેશમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોને વિવિધ રીતે સેવા પૂરી પાડી રહ્યું છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ચાલુ વર્ષ 2025 માં જુલાઈ મહિનામાં 14 દિવસમાં કરવામાં આવેલા ઉત્તમ કાર્યની વિગતો નીચે મુજબ છે:

  • રેલવે પ્રોટેક્શન ફોર્સે દ્વારા “ઓપરેશન નાર્કોસ” હેઠળ લાખો રૂપિયાના માદક પદાર્થ જપ્ત કર્યા: રેલવે પ્રોટેક્શન ફોર્સે “ઓપરેશન નાર્કોસ” હેઠળ બે વ્યક્તિઓને પકડ્યા અને બંને વ્યક્તિઓની બેગની તપાસ કરતાં બેગમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો અંદાજિત રકમ 63000/- રૂપિયા હોવાનું જાણવા મળ્યું. બંને આરોપીઓને રાજકીય રેલવે પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા.
  • RPF એ “ઓપરેશન સતર્ક” ના હેઠળ દારૂ જપ્ત કર્યો: – રેલવે પ્રોટેક્શન ફોર્સે પશ્ચિમ રેલવે અમદાવાદ અધિકારક્ષેત્રમાં “ઓપરેશન સતર્ક” હેઠળ વિવિધ પેસેન્જર ગાડીઓ /રેલવે સ્ટેશનો પર સઘન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર દારૂની દાણચોરીના 04 કેસ શોધી કાઢ્યા અને રૂ. 35,800/- ની કિંમતનો ગેરકાયદેસર દારૂ જપ્ત કર્યો અને 02 આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાનૂની કાર્યવાહી માટે સંબંધિત રાજકીય રેલવે પોલીસને સોંપી દીધા. જ્યાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
  • રેલવે પ્રોટેક્શન ફોર્સેએ મુસાફરોના સામાન ચોરોને પકડ્યા: – રેલવે પ્રોટેક્શન ફોર્સે, ઓપરેશન યાત્રી સુરક્ષા “ હેઠળ પોતાની ફરજ દરમિયાન સતર્ક રહીને પશ્ચિમ રેલવે અમદાવાદ અધિકારક્ષેત્રમાં વિવિધ પેસેન્જર ગાડીઓ /રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડમાં ખિસ્સાકાતરૂ/ચોરી કરવાનો પ્રયાસ કરતા કુલ 09 આરોપીઓને રેલવે પ્રોટેક્શન ફોર્સેના ક્રાઈમ રોકથામ ટીમ દ્વારા પકડીને   તેમને કાનૂની કાર્યવાહી હેતુ  સંબંધિત રાજકીય  રેલવે પોલીસને સોંપ્યા હતા.
  • રેલવે પ્રોટેક્શન ફોર્સે દ્વારા મુસાફરોના ખોવાયેલ સામાન મળી આવતા, મુસાફરોમાં ખુશીની લહેર: રેલવે પ્રોટેક્શન ફોર્સે દ્વારા “ઓપરેશન અમાનત” હેઠળ ફરજ દરમિયાન સહયોગ ની ભાવના દર્શાવી અને પશ્ચિમ રેલવે અમદાવાદ અધિકારક્ષેત્રમાં વિવિધ રેલવે સ્ટેશનો/પેસેન્જર ગાડીઓ  મુસાફરી કરી રહેલા કુલ 08 મુસાફરોનો લગભગ 286000/- રૂપિયાની કિંમતનો ભૂલથી ખોવાયેલો મુસાફરોનો સામાન મુસાફરોને સુરક્ષિત રીતે પરત કર્યો.
  • रे રેલવે પ્રોટેક્શન ફોર્સે રેલવે મિલકત ચોરી કરનારા ચોરોને પકડ્યા: રેલવે પ્રોટેક્શન ફોર્સે “ઓપરેશન રેલ સુરક્ષા “ હેઠળ પોતાની ફરજ દરમિયાન સતર્ક રહીને, પશ્ચિમ રેલવે અમદાવાદ અધિકારક્ષેત્રમાં રેલવે મિલકત ચોરીના 01 કેસમાં 01 આરોપીને રેલવે પ્રોટેક્શન ફોર્સ ક્રાઇમ રોકથામ ટીમ દ્વારા પકડીને, આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
  • ખીલખીલી ઉઠ્યા ચહેરાઓ જયારે રેલવે પ્રોટેક્શન ફોર્સેએ  ચાલતી ટ્રેનમાંથી પડતા બચાયા : પશ્ચિમ રેલવે અમદાવાદ અધિકારક્ષેત્રમાં રેલવે પ્રોટેક્શન ફોર્સેએ “ઓપરેશન જીવન રક્ષા” હેઠળ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનો પ્રયાસ કરતી એક મહિલા મુસાફરને પોતાના જીવની ચિંતા કર્યા વગર ચાલતી ટ્રેનમાંથી પડતા બચાવીને પ્રશંસનીય કાર્ય કર્યું. આ અભિયાન, જે મુસાફરોની સુરક્ષા  અને કલ્યાણ માટે સમર્પિત છે. રેલવે પ્રોટેક્શન ફોર્સની તમામને અપીલ કરી છે કે ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનો પ્રયાસ ન કરો.
  • રેલવે પ્રોટેક્શન ફોર્સે રેલવે ટ્રેનોની અવરજવરને અસર કરનારાઓ સામે કાર્યવાહી કરી: રેલવે પ્રોટેક્શન ફોર્સે દ્વારા પશ્ચિમ રેલવે અમદાવાદ અધિકારક્ષેત્રમાં “ઓપરેશન સમય પાલન “ હેઠળ પેસેન્જર ગાડીઓમાં ચેઈન પુલિંગ કરીને અભાગમન ને પ્રભાવિત કરનારાઓ સામે કાર્યવાહી કરતા કુલ 63 કેસમાં 42 આરોપીઓને પકડ્યા, જેમની સામે રેલવે એક્ટ હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી.
  • રેલવે પ્રોટેક્શન ફોર્સે મુસાફરોને જાગૃત કરવા માટે ચલાવ્યું અભિયાન : રેલવે પ્રોટેક્શન ફોર્સે પશ્ચિમ રેલવે અમદાવાદ અધિકારક્ષેત્રમાં “ઓપરેશન જનજાગરણ” હેઠળ તમામ RPF પોસ્ટ/ચોકીઓ  પર બેનરો,  PA સિસ્ટમ દ્વારા જાહેરાતો કરીને ગામના સરપંચો/પ્રધાનો સાથે બેઠકો કરીને જનજાગૃતિ કાર્યક્રમ રેલવે લાઈન પાર ના કરે ટ્રેનો પર પથ્થરમારો ન કરવો, નશાખોરી, મહિલા સુરક્ષા, માનવ તસ્કરી વગેરે મુદ્દાઓ પર  આયોજન કરવામાં આવ્યાછે.  આ ઉપરાંત, અમદાવાદ સ્ટેશન પર RDN (રેલવે ડિસ્પ્લે નેટવર્ક) પર મુસાફરોને જાગૃત કરવાના વીડિયો પણ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.