એક વર્ષની તૈયારી કર્યા પછી 22 વર્ષની ઉંમરે IAS અધિકારી બની આ યુવતી

નવીદિલ્હી, ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે સખત મહેનત કરે છે. ઘણાં વર્ષો સુધી તૈયારી કરવા છતાં લોકો પસંદગી પામતા નથી. પરંતુ આજે આપણે એક એવી વ્યક્તિની વાર્તાથી પરિચિત થઈએ જેણે એક વર્ષ સુધી તૈયારી કર્યા પછી આ પરીક્ષા પાસ કરી.
અનન્યા સિંહે પોતાના અસાધારણ પ્રદર્શનથી લાખો ઉમેદવારોને પ્રેરણા આપી છે. ૧૦માં અને ૧૨માં ધોરણની બોર્ડ પરીક્ષામાં જિલ્લામાં ટોપર રહેલી અનન્યા સિંહે માત્ર ૨૨ વર્ષની ઉંમરે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી. અનન્યા સિંહે કોઈપણ કોચિગની મદદ લીધા વિના માત્ર એક વર્ષની તૈયારીમં યુપીએસસી પરીક્ષા પાસ કરી. તેણીએ યુપીએસસી સીએસઈ ૨૦૧૯ની પરીક્ષામાં ૫૧મો રેન્ક મેળવ્યો.
UPSC AIR 3rd Topper, #DonuruAnanyaReddy from Mahabubnagar, met Telangana CM #RevanthReddy
આઈએએસ અનન્યા સિંહે મૂળ પ્રયાગરાજની છે. તે બાળપણથી જ ટોપર રહી છે. તેણી પ્રયાગરાજની સેન્ટ મેરી કોન્વેન્ટ સ્કુલમાંથી પોતાનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યુ તેણીએ ૧૦માં બોર્ડની પરિ૭ામાં ૯૬ ટકા અને ૧૨માં ધોરણમાં૯૮.૨૫ ટકા ગુણ મેળવ્યા અનન્યા સીઆઈએસ સીઈ બોર્ડમાંથી ૧૦માં અને ૧૨માં ધોરણ બંનેમાં જિલ્લા ટોપર રહી છે.
ત્યારબાદ, અનન્યાએ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રમાં સન્માન સાથે સ્મનાતક થયા આઈએએસ અનન્યા સિંહે બાળપણથી જ આઈએએસ અધિકારી બનવા માંગતી હતી. તેણીએ ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષથી યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. તે દરરોજ ૭-૮ કલાક અભ્યાસ કરતી હતી. ૬ કલાકનો અભ્યાસ શેડ્યુલ નક્કી કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં તેણે યુપીએસસી પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા માટે એક સાથે તૈયારી કરી આઈએએસ અનન્યા સિંહે એક વર્ષ સુધી સખત મહેનત કરી. તેણીએ ૨૦૧૯ની યુપીએસસી પરીક્ષા આપી. આમા તેણીને ૫૧મો રેન્ક મળ્યો. હવે આઈએએસ અનન્યા સિંહ હાલમાં પશ્ચિમ બંગાળ કેડરમાં કાર્યરત છે. નાની ઉંમરે મોટીસિધ્ધીઓ હાંસલ કરનાર અનન્યા ખરેખર યુપીએસસી ઉમેદવારો માટે પ્રેરણા છે.