Western Times News

Gujarati News

રાજકીય લક્ષ્યો પાર પાડવાની શરતે યુક્રેન સાથે શાંતિમંત્રણા માટે રશિયા તૈયાર

મોસ્કો, રશિયાએ યુક્રેન સાથે શાંતિ સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રશિયાએ તેના રાજકીય લક્ષ્યો સાધવાની શરતે યુક્રેન સાથે તે શાંતિ ઈચ્છે છે તેમ જણાવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે રવિવારે જણાવ્યું કે, તે કેટલીક શરતે યુક્રેન સાથે શાંતિ ઈચ્છે છે.

અગાઉ કિવ અને પશ્ચિમી દેશો તરફથી શાંતિ વાટાઘાટને ટાળવાના દાવાઓને અમેરિકાએ ફગાવ્યા હતા. તાજેતરમાં યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કોને સીઝફાયર માટે ૫૦ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું.

જો રશિયા આ દોઢ મહિનામાં શાંતિ સ્થાપિત નહીં કરે તો તેને કરા પ્રતિબંધો માટે તૈયાર રહેવું પડશે તેમ યુએસએ જણાવ્યું હતું.છેલ્લા એક મહિનામાં રશિયાએ યુક્રેનના શહેરો પર ડ્રોન સહિત હવાઈ હુમલા વધુ ઝડપી અને આક્રમક બનાવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ તાજેતરમાં રશિયાને વાટાઘાટ માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યાે હતો.

રશિયાના પ્રવક્તાએ સરકારી ટીવી રિપોર્ટર પાવેલ ઝારુબિન સાથે વાતચીતમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ પુતિન વહેલી તકે યુક્રેન સાથે શાંતિપૂર્ણ રીતે નિષ્કર્ષ લાવવાની અનેક વખત ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઘણી લાંબી પ્રક્રિયા છે, જે સરળ નથી અને પ્રયાસોની જરૂર પડે તેમ છે.

સૌથી મુખ્ય મોસ્કો કેટલાક રાજકીય લક્ષ્યો હાંસલ કરવા ઈચ્છે છે. સૌપ્રથમ ક્રેમલિન ઈચ્છે છે કે, સપ્ટેમ્બર ૨૦૨૨માં રશિયાએ જે ચાર ક્ષેત્રો ગેરકાયદે કબજે કરેલા પરંતુ ક્યારેય સંપૂર્ણ કબજો મેળવ્યો નથી ત્યાંથી યુક્રેન ખસી જાય.

આ ઉપરાંત યુક્રેન નાટો સાથેનું જોડાણ છોડે અને તેના સશસ્ત્ર દળો પર કડક મર્યાદાનો સ્વીકાર કરે, જેનો અગાઉ કિવ તથા પશ્ચિમી સહયોગી દેશોએ ઈન્કાર કર્યાે હતો.શાંતિ મંત્રણાના અનેક પ્રયાસોમાં નિષ્ફળતા મળ્યા બાદ હતાશ થઈને યુએસ પ્રમુખ ટ્રમ્પે ૧૪ જુલાઈએ મોસ્કો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, જો રશિયા સીઝફાયર કરવા તૈયારી નહીં દર્શાવે તો તેના પર જંગી ટેરિફ લાગુ થશે. તદ્દઉપરાંત યુએસ યુક્રેનને અદ્યતન શસ્ત્રોની મદદ પહોંચાડશે. અમેરિકાએ રશિયાને વૈશ્વિક અર્થતંત્રમાં એકલું અટુલું પાડવા તેની સાથે વેપાર સંબંધ ધરાવતા દેશોને નિશાન બનાવવાની ધમકી ઉચ્ચારી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.