Western Times News

Gujarati News

ઈડરમાં ૧૫ વર્ષની સગીરા બની માતા: બે શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

ડીસા,ગુજરાતના સાબરકાંઠામાંથી ચોંકાવનારા સમચાર સામે આવ્યા છે. જેમાં ૧૫ વર્ષની સગીરાએ આઠમા મહિને એક બાળકને જન્મ આપ્યો છે. મળતી માહિતી મુજબ, ધોરણ ૧૦માં અભ્યાસ કરતી આ સગીરા પર બે શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી.

હાલ, આ મામલે સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. મળતી માહિતી મુજબ, સાબરકાંઠાના ઈડરમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ ગર્ભવતી થયાના આઠમા મહિને બાળકને જન્મ આપ્યો હતો.

જોકે, ડિલિવરી દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. આ સગીરા પર બે શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બંને નરાધમો યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને તેને પ્રેમજાળમાં ફસાવી તેના પર અનેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સગીરા ગર્ભવતી થઈ હતી. જોકે, પરિવારથી આ સમગ્ર મામલો છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપ્યો ત્યારબાદ તેની માતા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસે આ મામલે બંને નરાધમોની ધરપકડ કરી લીધી છે. જેની ઓળખ દર્શન સુતરિયા અને હરપાલ સિંહ રાઠોડ તરીકે થઈ છે. હાલ, પોલીસ સગીરાની પૂછપરછ કરી રહી છે.

આ સિવાય મૃતક બાળકના ડીએનએ સેમ્પલ એકઠા કરી સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ, પોલીસ ડૉક્ટર સહિત આરોપી, સગીરા અને પરિવારની પૂછપરછ કરી રહી છે.

જોકે, આ તમામ મામલે પ્રશ્ન થઈ રહ્યા છે કે, ૮ મહિના સુધી આ સગીરાની દવા કોણ કરતું હતું. ડૉક્ટરે તેની ડિલવરી કરી શું તે પણ આ મામલે સંડોવાયેલા છે કે કેમ? તેમજ ગર્ભાવસ્થાના ૮ મહિના સુધી આરોપી સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં કેમ નહતી આવી? આ સળગતા મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.