Western Times News

Gujarati News

કરણ જોહર હવાઈ સેવાથી પરેશાન સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો

મુંબઈ, અમદાવાદમાં ૧૨ જૂનના બનેલી એર ઈન્ડિયા ક્રેશ ઘટના બાદ ઘણી ફ્લાઈટ ટેકનિકલ એરર જેવી વિવિધ ઘટનાઓ સામે આવી છે. એક અઠવાડિયામાં ભારતમાં ઘણા વિમાનોમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતની અનેક સમસ્યાઓ ધ્યાનમાં આવી છે, જેનાથી ફ્લાઈટની મુસાફરી સુરક્ષાને લઈ ઘણા સવાલો ઊભા થયા છે.

આ દરમિયાન, પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે પણ એક ઇન્ડિગો ફ્લાઇટની નિષ્ફળ લેન્ડિંગની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.

અહેવાલો અનુસાર જણાવાયું કે, મુંબઈથી નાગપુર જતી ઇન્ડિગો ફ્લાઇટ શનિવારે સવારે ઓછી દૃશ્યતાને કારણે પ્રથમ પ્રયાસમાં લેન્ડ થઈ શકી નહોતી. ૧૫ મિનિટ બાદ બીજા પ્રયાસમાં વિમાન સફળતાપૂર્વક નાગપુર એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું.

કરણ જોહરે એક પોસ્ટ શેર કરીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “હે ભગવાન! શું કોઈએ ફ્લાઇટ ન લેવી?”છેલ્લા કેટલાક દિવસોમાં આવી અનેક ઘટનાઓ બની છે. જેમાં ફ્લાઈટ ટેકઓફ લેન્ડિંગ અને વિવિધ સમસ્યાને લઈ ઈમરજન્સી લેન્ડિંગ કરવાની કે ડિલે કરવાની ફરજ પડી છે.

શનિવારે હૈદરાબાદથી ફુકેટ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે યુટર્ન લેવો પડ્યો હતો. ગુરુવારે ઇમ્ફાલ જતું ઇન્ડિગો વિમાન એક કલાક હવામાં રહ્યા બાદ ટેકનિકલ સમસ્યાને કારણે દિલ્હી પરત ફર્યું.

બુધવારે દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટે મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું, કારણ કે તેનું એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું.કરણ જોહર હાલમાં તેમની આગામી ફિલ્મ ‘ધડક ૨’ પર કામ કરી રહ્યા છે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ, ઝી સ્ટુડિયો અને ક્લાઉડ ૯ પિક્ચર્સ દ્વારા નિર્મિત છે અને શાઝિયા ઇકબાલે તેનું દિગ્દર્શન કર્યું છે. આ ઉપરાંત, કરણે ‘લિવ યોર બેસ્ટ લાઇફ વિથ કરણ જોહર’ નામનો પોતાનો પ્રથમ પોડકાસ્ટ શરૂ કર્યાે છે, જે ઓડિબલ એપ પર ઉપલબ્ધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.