Western Times News

Gujarati News

વહેલાલ શાખા નહેરની કેનાલ પર વિવિધ પુલો ભયજનક હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા

Ahmedabad, કાર્યપાલક ઈજનેર, સરદાર સરોવર, નર્મદા નિગમ લી., વિભાગ નં.-૩, કપડવંજ દ્વારા ઉપર્યુક્ત તા.૧૬/૦૭/૨૦૨૫ના પત્રમાં જણાવ્યા મુજબ, તેઓની કચેરી હસ્તક આવેલા સરદાર સરોવર, નર્મદા નિગમ લી., વહેલાલ શાખા નહેરની સાંકળ ૧૦૧૯૭ મી, ૨૦૩૨૨ મી કેનાલ પર પુલો આવેલા છે.

જે પુલ કિટીકલ કંડીશનમાં હોય જાહેર પરિવહન માટે બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અત્રેને રજુઆત કરેલ છે. જે મુજબના પુલ બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા વંચાણે લીધેલ પોલીસ વિભાગના પત્રની વિગતે જાહેરનામું પ્રસિધ્ધ કરવાની દરખાસ્ત મળેલ છે.

આથી હું બી. આર. સાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) થી મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છુ કે, તા.૨૦/૦૭/૨૦૨૫ના રોજથી તા. ૧૭/૧૦/૨૦૨૫ સુધી નીચે મુજબની વ્યવસ્થાનું પાલન કરવા જણાવું છું. ઉપરોકત જાહેરનામાના પ્રતિબંધિત હુકમ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા નીચે મુજબ ડાયવર્ટ કરવા જાહેર જનતાને સુચના આપવામાં આવે છે.

પુલ નં. ૧૦૧૯૭ વહેલાલ શાખા કુહા/દસક્રોઈ 

અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી આશરે ૧૦૦ મીટર અંતરે આવેલ કોઠીયા કેનાલનો પહેલો બ્રિજ છે. આ બ્રિજ કોઠીયા ગામથી નિકળીને કુહા ગામ તરફ જાય છે. આ માર્ગને કોઠીયા-કુહા ગામ વચ્ચેના વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગમાં લઇ શકાશે.

પુલ નં. ૨૦૩૨૨ વહેલાલ શાખા હરણીયાવધામતવાણ / દસક્રોઈ

બ્રિજથી આશરે ૫૦૦ મીટરના અંતરે, ધામતવાણ ગામથી હરણીયાવની મુવાડી તરફ જવાના માર્ગ ઉપર આવેલ બ્રિજ પણ ઉપલબ્ધ છે, જેને ધામતવાણ ગામ થી હરણીયાવ ગામ તરફ જવાના વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં વિભાગીય પોલીસ અધિકારીશ્રીના દરજ્જાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીનાં હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ તથા ગુજરાત પોલીસ એકટ કલમ – ૧૩૧ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.