Western Times News

Gujarati News

AMC દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી

સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદને દેશનું નંબર-૧ સ્વચ્છ શહેર જાહેર કરાતાં સ્વચ્છતામાં પાયાનું યોગદાન આપનારા સફાઈ પ્રહરીઓનું સન્માન કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા અને સૌ નગરજનોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવુંએ ગૌરવપૂર્ણ બાબત છે.

સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા જેવી બાબતને કેવું મોટું જનઆંદોલન બનાવી શકે છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છેએમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દેશમાં આજે બાળકોથી લઈને વૃદ્ધો સહિત સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે. સ્વચ્છતા આજે સહજ સ્વભાવ બની ગઈ છે. નાનાં ગામડાંથી લઈને મહાનગર સુધી હવે સ્વચ્છતા જ પ્રભુતાનો મંત્ર ગૂંજે છે.

શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા તરીકે નહીંપણ અવસર તરીકે જોવાનો અભિગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌમાં વિકસાવ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી કરી હતી.  

શહેરી વિકાસ અંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૫ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે ૨૦૨૫માં શહેરી વિકાસ વર્ષ ઊજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે.     અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છેત્યારે શહેરમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધાઓ ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આજનો કાર્યક્ર્મ આ વિઝનને દિશા આપતો કાર્યક્રમ છેએમ તેમણે ઉમેર્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત લોકાર્પણ કરવામાં આવેલા વિવિધ વિકાસ પ્રકલ્પો અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ છે. આ બંન્ને પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે. આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્કગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે.

વડાપ્રધાનશ્રીના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં આપણે ઇ-મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો છે. ઇ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થઈ રહ્યું છેતેમ તેમણે ઉમેર્યું હતું.

આજના આ કાર્યક્રમમાં મોટા ભાગના પ્રકલ્પો પર્યાવરણ જાળવણી સાથે શહેરી વિકાસને વેગ આપનારા છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ ૩૨૦ જેટલા ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે. આપણે નગરોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાનાં છે.

મુખ્યમંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે અર્નિંગ વેલલિવિંગ વેલ’ના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડમેપ બનાવ્યો છે. શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે.

આપણે વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છેએમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ નગરો-મહાનગરો અને ગામો ગ્રીનક્લીન અને સ્વચ્છ બને તથા ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત અને ક્લાયમેટ રિઝીલયન્ટ શહેરો બને તે માટે સૌ કટિબદ્ધ બનીએ એવો અનુરોધ કર્યો હતો.

અમદાવાદ શહેરનાં મેયર શ્રી પ્રતિભાબહેન જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પ આપ્યો છેજે અંતર્ગત તેમણે શહેરી વિકાસ વર્ષ ઊજવવાનું આહવાન કર્યું છે એ દિશામાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજના પ્રસંગે શહેરી વિકાસ ક્ષેત્રે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું છે.

સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદને ભારતનું નંબર-૧ સ્વચ્છ શહેર તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છેઆ સિદ્ધિ સ્વચ્છ ભારત મિશન અને શહેરીજનોની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ છેએમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધી પાનીએ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પ્રાપ્ત થયેલ એવોર્ડ મુખ્યમંત્રી શ્રી સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ અમદાવાદ શહેરમાં સફાઈની ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા અને શહેરની સ્વચ્છતામાં પાયાનું યોગદાન આપનારા સફાઈ પ્રહરીઓને આ તકે મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અમદાવાદના સાંસદશ્રીઓસ્થાનિક ધારાસભ્યશ્રીઓડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, AMCના અધિકારીઓ-પદાધિકારીઓસહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત લોકાર્પણ કરાયેલા વિકાસ પ્રકલ્પો

– અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત તૈયાર કરેલ એક્શન પ્લાનનું અનાવરણ

– પોલીસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસનું અનાવરણ

– અર્બન ગ્રીનીન્ગ પોલીસી મેઝર્સ ફોર એ ગ્રીનર અમદાવાદનું અનાવરણ

–  સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે ૩.૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ રિવરફ્રન્ટ મૂન ટ્રેલનું લોકાર્પણ

– RTO ખાતે ૨.૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ દેશના પ્રથમ ઈલેક્ટ્રિક બસો માટે સૌર ઊર્જાથી ચાલતા ઓન-રૂટ ચાર્જિંગ સ્ટેશનનું ઈ-લોકાર્પણ

– સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી ડેવેલપમેન્ટ ઇન ઇન્ડિયા” ફેઝ-૩ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા અને ICLEI સાઉથ એશિયા વચ્ચે MoU કરાયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.