Western Times News

Gujarati News

સ્કૂલ ઉપર એરફોર્સનું પ્લેન તૂટી પડતાં 27નાં મોત: 25 ગંભીર

ઢાકા, બાંગ્લાદેશ એરફોર્સનું એક ટ્રેઈની વિમાન સોમવારે બપોરે ૧ઃ૩૦ વાગ્યે રાજધાની ઢાકાના ઉત્તરીય ક્ષેત્રમાં દિયાબારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ વિમાન માઈલસ્ટોન સ્કૂલ પરિસર પર ક્રેશ થયું. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ૧૯ લોકોના મોત થયા છે જ્યારે ૧૬૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માતમાં બાળકો સહિત ઓછામાં ઓછા 27 લોકોના મોત નીપજ્યા છે, તેમજ 171થી વધુ લોકો ઘાયલ થયા છે; જેમાંથી 25ની સ્થિતિ ગંભીર છે. ઘાયલોમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે. ઘાયલ લોકોને તરત શહેરના વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્ઝરી સહિતના સંસ્થાઓનો સમાવેશ થાય છે.

ઈજાગ્રસ્તોને ઢાકા મેડિકલ કોલેજ પાસે સ્થિત વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટી કરી હતી પણ દુર્ઘટનાના કારણો કે જાનહાનિ વિશે કોઈ માહિતી આપી નહોતી.

જો કે મીડિયા એજન્સીના અહેવાલ અનુસાર સૈન્ય અને ફાયરબ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો પ્રમાણે 27 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત છે. સરકારના કાયદાકીય સલાહકાર પ્રોફેસર આસિફ નઝરૂલે જણાવ્યું છે કે વિમાન ક્રેશ કેવી રીતે થયું તેની વિસ્તૃત તપાસ કરાશે. બાંગ્લાદેશમાં મંગળવારે રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે. સરકારી, અર્ધસરકારી, શૈક્ષણિક સંસ્થાનો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.

વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. માહિતી અનુસાર હ્લ૭ ફાઈટર જેટ ચીનનું વિમાન છે. દુર્ઘટનાની જાણકારી મળતાં જ બાંગ્લાદેશ સૈન્યના જવાન અને ફાયર સર્વિસ તથા સિવિલ ડિફેન્સની આઠ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એક અધિકારીએ કહ્યું કે બપોરે અમને વિમાન દુર્ઘટના વિશે જાણકારી મળી હતી. જેના બાદ ત્રણ યુનિટનને ઘટનાસ્થળે રેસ્ક્્યૂ કામગીરી સોંપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.