Western Times News

Gujarati News

SVP હોસ્પિટલમાં ત્રણ બાળકોની  લીવર કેન્સરની સફળ સર્જરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના  ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટરમાંથી લીવર કેન્સરથી પીડિત ત્રણ બાળકોને એસવીપી હોસ્પિટલના બાળ સર્જરી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેમોથેરાપી બાદ ત્રણેય બાળકોની જટિલ પરંતુ સફળ સર્જરી કરવામાં આવી છે.

એસ.વી.પી. હોસ્પિટલ ના સૂત્રોએ જણાવ્યા મુજબત્રણમાં સૌથી નાની 8 મહિનાની બાળકી હતી, જેના લીવરનો જમણો ભાગ હટાવ્યો. બીજું બાળક, 5 વર્ષનો છે, જેને ખૂબ જ દુર્લભ એમ્બ્રાયોનલ સારકોમા કેન્સર થયું હતું, જે કરોડમાં એક જ બાળકમાં જોવા મળે છે.

જ્યારે ત્રીજું, 12 વર્ષનું બાળક છે, જેને ચાર વર્ષ પહેલા ટ્યુમર માટે સર્જરી કરાઇ હતી, પણ હવે કેન્સર ફરી આવતા ફરી એક વાર re-do surgery કરવી પડી હતી.ત્રણે બાળકો હવે તંદુરસ્ત છે.

SVP હોસ્પિટલના પેડિયાટ્રિક સર્જન ડૉ. સુધીર ચંદના, ડૉ. ઉર્વિષ પરીખ અને ડૉ. રામેન્દ્ર શુક્લાની ટીમે અત્યાર સુધી આવા 7 દુર્લભ કેસ સફળતાપૂર્વક નિભાવ્યા છે.લીવરનું હેપાટોબ્લાસ્ટોમા કેન્સર બાળકોમાં બહુ જ દુર્લભ છે અને તેની સર્જરી માટે વિશિષ્ટ કુશળતા જરૂરી હોય છે. ખાનગી હોસ્પિટલમાં જ્યાં 4-5 લાખ સુધી ખર્ચ થાય છે ત્યાં એસવીપી હોસ્પિટલમાં બે બાળકોની મફત સર્જરી “પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ” હેઠળ કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.