તમામ શાળાઓને CCTV લગાવવા આદેશ, નિયમ પણ જાહેર કરાયા

નવી દિલ્હી, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ શાળાઓમાં રીયલ-ટાઇમ આૅડિયો-વિઝ્યુઅલ રેકો‹ડગ સાથેના હાઇ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવા માટે ફરજિયાત નિયમ લાગુ કરી દીધો છે.
આ નિર્ણય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. આનાથી શાળાઓમાં થતી કોઈપણ પ્રકારની શિસ્તભંગ, અસામાજિક પ્રવૃત્તિ કે સુરક્ષા ભંગ પર તુરંત કાર્યવાહી કરી શકાશે. આ નીતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓની પારદર્શિતા, નિષ્પક્ષતા અને સુરક્ષા વધારવાનો છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સીબીએસઈના સચિવ હિમાંશુ ગુપ્તાએ બોર્ડની તમામ શાળાઓમાં આ આદેશ જારી કરી દીધો છે. નિયમ મુજબ હવે તમામ શાળાઓના પ્રવેશ દ્વાર, ગલીઓ, સીડીઓ, વર્ગખંડો, પ્રયોગશાળાઓ, પુસ્તકાલય, કેન્ટીન, સ્ટોર રૂમ, રમતગમત મેદાન અને અન્ય કામન એરિયામાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા પડશે.
જોકે શૌચાલયને નિયમમાંથી બહાર રખાયું છે. સીબીએસઈએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘તમામ સીસીટીવી કેમેરામાં રિયલ ટાઇમ આૅડિયો-વિઝ્યુઅલની સુવિધા હોવી જોઈએ. ઓછામાં ઓછા ૧૫ દિવસનું રેકો‹ડગ બેકઅપ રાખવો ફરજિયાત છે, કારણ કે તપાસ એજન્સીઓ અને બોર્ડ અધિકારીઓ જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકે.