Western Times News

Gujarati News

નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણના લોકોને ડ્રેનેજ ઓવરફલોની સમસ્યામાંથી મુક્તિ મળશે

ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈન થકી પૂર્વ ઝોનના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડની ૫ લાખ વસ્તીને ડ્રેનેજ ઓવરફલોની સમસ્યામાંથી મુક્તિ મળશે – ઋષિકેશ પટેલ

81.40 કરોડના ખર્ચે પૂર્વ ઝોનમાં નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ

Ahmedabad, અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એએમસી દ્વારા  રૂ. ૮૧.૪૦ કરોડના ખર્ચે પૂર્વ ઝોના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડને આવરી લેતી નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈન થકી પૂર્વ ઝોનના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડની ૫ લાખ વસ્તીને ડ્રેનેજ ઓવરફલોની સમસ્યામાંથી મુક્તિ મળી છે. એટલે કે આ વિસ્તારમાં ઉદભવતી ડ્રેનેજ ઓવર ફલોની સમસ્યાના પ્રશ્નોનું હવે નિરાકરણ આવી ગયું છે.

અમદાવાદ મેયર શ્રી પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, પૂર્વ અમદાવાદના નિકોલ વોર્ડના ગોપાલ ચોક, સુરભી તળાવ, શાલીગ્રામ સ્કાય શુકન ચારરસ્તા નિકોલ ગામતળ, કઠવાડાના મધુમાલતી દયાવાન, વિરાટનગર કેનાલ વિસ્તાર ઓઢવ વોર્ડના છોટાલાલની ચાલી, બીઆરટીએસ આંજણા ચોક બેલાપાર્ક ગણેશ ચોક ઉપરાંત વસ્ત્રાલ વોર્ડના કેનાલ થી રીંગ રોડ સુધીના તમામ વિસ્તારમાં  સતત ડ્રેનેજ બેકીંગની સમસ્યા રહેતી હતી.

આ સમસ્યાના નિવારણ માટે ૧૨૦૦ એમ.એમ, ૧૮૦૦ એમ.એમ અને ૨૦૦૦ એમ.એમ.ડાયાની આર.સી.સી.ગ્રેવીટી લાઈન તેમજ ૧૬૦૦ એમ.એમ.ડાયાની એમએસ રાઇઝીંગ લાઈન મળી કુલ ૧૨.૦૮૬ કીલોમીટરની લાઇન આશરે ૮૧.૪૦ કરોડના ખર્ચે નાખવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વસ્ત્રાલ વિસ્તાર ઉપરાંત રામોલ હાથીજણના નવા વિકસીત વિસ્તારની ડ્રેનેજ સમસ્યાને ધ્યાને લઇને લાલગેબી સર્કલથી રાધે હીલ્સ રોડ સુધી ૧૨૦૦ એમએમ ડાયાની વધારા ની ગ્રેવીટી લાઈન નાખવામાં આવી છે. તદઉપરાંત ઓઢવ ૩૧૦ પંપીગ સ્ટેશનમાં ૨૨૦૦ એમક્યુબ/કલાકના છ નંગ પંપ ઇન્સ્ટોલ કરી પંપીંગ સ્ટેશનની કેપીસીટી અપગ્રેડશનની કામગીરી આશરે ૧૨.૦૦ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,આ કામગીરી પૂર્ણ થવાથી  ઓઢવ ૩૧૦ પંપીગ સ્ટેશનની જુની ૧૬૦૦ એમ.એમ. ડાયાની રાઇઝીંગ મેઇન લાઈનની સાથે નવી નાખવામાં આવેલ ઇસ્ટર્ન ટ્રેક મેઈનની નવી ૧૬૦૦ એમ.એમ. ડાયાની રાઈઝીંગ મેઇન એક સાથે ચલાવી શકાશે.

આમ,  નિકોલ વોર્ડના ગોપાલ ચોક, સુરભી તળાવ, શાલીગ્રામ સ્કાય શુકન ચાર રસ્તા નિકોલ ગામતળ, કઠવાડાના મધુમાલતી દયાવાનના અંશતઃ વિસ્તારને, વિરાટનગર કેનાલ વિસ્તાર ઓઢવ વોર્ડના છોટાલાલની ચાલી, બીઆરટીએસ આંજણાચોક બેલાપાર્ક ગણેશ ચોક ઉપરાંત વસ્ત્રાલ વોર્ડના કેનાલ થી રીંગ રોડ સુધીના વિસ્તાર નરોડા, હંસપુરા, ઓઢવ, કઠવાડા, વસ્ત્રાલ, નિકોલ તથા રામોલ હાથીજણના વિવિધ ટી.પી. વિસ્તારોમાં ઉદભવતી ડ્રેનેજ ઓવરફલોની સમસ્યાના પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે અને અંદાજીત ૫.૦ લાખ વસ્તીને લાભ થશે.

આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ,  કોર્પોરેટરશ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.