Western Times News

Gujarati News

ઈડી હવે તમામ મર્યાદા ઓળંગી રહી છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી અંગે મહત્વની અને આકરી ટિપ્પણી કરી છે. તાજેતરમાં કેટલાક વકીલોને આર્થિક ગુનાઓના મામલામાં આરોપીઓને સલાહ આપવાના મામલામાં ઈડીએ સમન્સ પાઠવ્યા હતા.

આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈડી હવે તમામ મર્યાદા ઓળંગી રહી છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટની બેન્ચનું કહેવું છે કે ઈડી માટે કેટલીક ગાઈડલાઈન્સ નકકી હોવી જોઈએ. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે આ મામલાને સુઓ મોટો નોંધ લઈને વાત કરી છે.

કોર્ટે આ વાત પર ચિંતા જાહેર કરી કે તેનાથી કાયદાના વ્યવસાયની સ્વતંત્રતા પ્રભાવિત કરશે. ઈડીએ વરિષ્ઠ વકીલ અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલને સમન્સ પાઠવ્યા છે. ચીફ જસ્ટિસે ઈડીના સમન્સ પર સવાલ ઉઠાવીને કહ્યું કે, એક વકીલ અને તેના ક્લાયન્ટની વચ્ચે શું વાતચીત તઈ છે, તેના પર નોટિસ કેવી રીતે આપી શકાય. ઈડી તમામ મર્યાદા ઓળંગી રહી છે.

ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે કેટલીક ગાઈડલાઈન્સ નક્કી હોવી જોઈએ. આ પ્રકારે નોટિસ આપવાથી સીનિયર વકીલોની પ્રેક્ટિસ પર પણ અસર પડી શકે છે.એટર્ની જનરલ આર.વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલાને ઉચ્ચસ્તર પર ઉઠાવવો જોઈએ.

આ સાથે સુપ્રીમ કોર્ટે એજન્સીને એમ પણ કહ્યું કે, એ વકીલોને ફક્ત કાયદાકીય સલાહ આપવા માટે નોટિસ આપે નહીં. તુષાર મહેતાએ કહ્યું કે વકીલોએ કાયદાકીય અભિપ્રાય આપવા માટે સમન્સ પાઠવી શકાય નહીં.

જોકે, ઈડીને બદનામ કરવા માટે કેટલીયે વાર બોગસ નેરેટિવ પણ સેટ કરવામાં આવે છે.રાજકીય રીતે સંવેદનશીલ હોય તેવા કેસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ના વલણ સામે સવાલો કરતાં સુપ્રીમ કોર્ટે મુદા કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્ની સામેનો કેસ રદ્દ કરવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને બહાલ રાખ્યો હતો.

રાજકીય લડાઈમાં ઈડીનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવા અંગે ચેતવણી આપતાં ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, રાજકીય લડાઈ મતદારો સમક્ષ લડાવા દો. તમે શા માટે તેમાં હાથો બનો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.