પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળી પતિની હત્યા કરી, લાશ ઘરમાં જ દાટી

મુંબઈ , નાલાસોપારામાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડની મદદથી તેના જ પતિની હત્યા કરી હતી. એટલું જ નહીં તેણે ફિલ્મ ‘દ્રશ્યમ‘ની જેમ પતિનો મૃતદેહ ઘરના રુમમાં જ દાટી દીધો હતો અને તેના પર ટાઈલ્સ પણ લગાડી દીધી હતી.
સોમવારે, પેલ્હાર પોલીસે તહસીલદારની હાજરીમાં ટાઇલ્સ ખોદીને ડેડ બોડી બહાર કાઢી હતી. હાલમાં પત્ની અને બોયફ્રેન્ડ ફરાર હોવાથી પોલીસ તેમને શોધી રહી છે.
નાલાસોપારા-ઈસ્ટના ધાનિવ બાગમાં ઓમ સાઈ વેલ્ફેર સોસાયટીના રાશિદ કમ્પાઉન્ડમાં ૩૨ વર્ષનો વિજય ચૌહાણ તેની પત્ની ૨૮ વર્ષની ચમન દેવી ચૌહાણ અને ત્રણ વર્ષની દીકરી સાથે રહેતો હતો. તે મજૂરીનું કામ કરતો હતો. વિજય ચૌહાણ છેલ્લા ૧૫ દિવસથી અચાનક ગુમ થઈ ગયો હતો. વિજયના બે ભાઈઓ બિલાલપાડામાં રહે છે.
તેણે વિજયની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ માહિતી મળી ન હતી. વિજય કામ માટે બહાર ગયો હોવાનું તેની પત્ની ચમન દેવી તેને કહી રહી હતી.જ્યારે વિજય ચૌહાણ ગુમ હતો, ત્યારે તેની પત્ની ચમન દેવી બે દિવસ પહેલા ૨૦ વર્ષના પાડોશી મોનુ શર્મા સાથે ભાગી ગઈ હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ચમન દેવી અને મોનુ શર્મા છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રેમ સંબંધમાં હતા. દરમિયાન, સોમવારે સવારે, જ્યારે વિજય ચૌહાણના બે ભાઈઓ તેને શોધવા તેના ઘરે ગયા, ત્યારે તેઓએ ફ્લોર પર કેટલીક નવી ટાઇલ્સ જોઈ હતી. શંકાસ્પદ, તેમણે તે કાઢી નાખી અને અંદર એક બનિયાન મળી આવી અને તેમાંથી ખુબ દુર્ગંધ આવવા લાગી હતી.
આનાથી તેમને શંકા ગઈ કે હત્યા કરીને ડેડ બોડીને જમીનમાં દાટી દેવામાં આવી છે અને તેમણે તાત્કાલિક પેલ્હાર પોલીસને ફોન કર્યાે હતો. પોલીસે તપાસ શરૂ કરી અને ડેડ બોડી બહાર કાઢવા માટે તહસીલદારની મદદ લીધી હતી.
જો કે, તહસીલદાર પાલઘરમાં એક કાર્યક્રમમાહાજર હોવાથી, તેઓ સાંજે પાંચ વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાર બાદ, પોલીસે સાંજે ૬ વાગ્યે ડેડ બોડી ખોદીને કાઢી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.જયારે કે પેલ્હાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વંકોટીએ માહિતી આપી હતી કે, ‘પોલીસને શંકા છે કે હત્યા કેસમાં અન્ય કોઈ વ્યક્તિ પણ સંડોવાયેલી છે.
અમે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે જે.જે હોસ્પિટલમાં મોકલી દીધી છે. તેમ જ ફરાર થયેલાં ચમનદેવી અને તેના બોયળેન્ડની શોધ શરૂ કરવામાં આવી છે.’SS1MS