અભિનેત્રી કૃતિ સેનનનું કબીર બાહિયા સાથે સ્પેશિયલ કનેક્શન

મુંબઈ, અભિનેત્રી કૃતિ સેનન આ દિવસોમાં વેકેશનનો આનંદ માણી રહી છે. તે ક્›ઝ વેકેશન પર છે. તાજેતરમાં તેણે તેની તસવીરો શેર કરી છે. કૃતિના આ ફોટા પછી, ફરી એકવાર ઉદ્યોગપતિ કબીર બાહિયા સાથેના તેના અફેરના સમાચાર ચર્ચામાં આવ્યા છે.
કબીર બાહિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના વેકેશનની ઝલક પણ બતાવી છે. તેમની તસવીરો સંકેત આપી રહી છે કે તે પણ ક્›ઝ વેકેશન પર છે અને કૃતિ સેનન સાથે એન્જોય કરી રહ્યો છે.
જોકે, કૃતિ અને કબીરે તેમના ફોટામાં એકબીજાને દેખાડ્યા નથી. પરંતુ એક જ જગ્યાએથી ફોટા જોઈને સોશિયલ મીડિયા પર ડેટિંગની અફવા ફેલાઈ ગઈ છે. કબીરે એક ફોટો શેર કર્યાે છે, જેમાં તે ક્›ઝ પર જોવા મળી રહ્યો છે.
બહાર ચારે બાજુ પાણી છે. બીજા ફોટામાં ડાઇનિંગ જોવા મળી રહ્યું છે અને કબીર સમુદ્રના મોજાનો આનંદ માણી રહ્યો છે.કૃતિ સેનન વિશે વાત કરીએ તો, તે મલ્ટી-કલર ડ્રેસમાં જોવા મળી હતી.
તેણે ન્યૂનતમ મેકઅપ લીધો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. કૃતિએ તેના ભોજનની એક ઝલક પણ શેર કરી છે.કૃતિ સેનન અને કબીર બાહિયાના અફેરના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. કૃતિ કબીરના પારિવારિક કાર્યક્રમોમાં પણ હાજરી આપતી જોવા મળી હતી. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા માટે પોસ્ટ પણ કરતા રહે છે.
કૃતિ સેનન હવે ડોન ૩ માં જોવા મળશે. પહેલા કિયારા અડવાણી આ ફિલ્મમાં જોવા મળવાની હતી. પરંતુ પુત્રી હોવાને કારણે, હવે કિયારાને બદલવામાં આવી છે. કૃતિ રણવીર સિંહની સામે જોવા મળશે.SS1MS