Western Times News

Gujarati News

પવન કલ્યાણ અને શ્રીલીલાની ટીમમાં જોડાઈ રાશિ ખન્ના

મુંબઈ, તેલુગુ સ્ટાર પવન કલ્યાણ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પણ છે. રાજકીય સક્રિયતાની સાથે તેઓ ફિલ્મી કરિયર પર પણ ધ્યાન આપી રહ્યા છે. તેમની ‘ઉસ્તાદ ભગત સિંઘ’ લાંબા સમયથી અટવાયેલી છે.

આ ફિલ્મનું કામ ફરી શરૂ કરવા પવન કલ્યાણે કમર કસી છે. તેમાં પવન કલ્યાણ સાથે લીડ રોલમાં કિસિક ગર્લ શ્રીલીલા અગાઉથી નક્કી હતી. હવે, સેકન્ડ લીડમાં રાશિ ખન્ના પણ ફાઈનલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

પવન કલ્યાણે તાજેતરમાં ‘હારા વીરા મલ્લુ’ અને ‘ર્ંય્’નું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તેમણે ‘ઉસ્તાદ ભગતસિંઘ’નું કામ હાથ પર લીધું છે. લાંબા સમયથી અટવાયેલી આ ફિલ્મનું શૂટિંગ ઝડપી ગતિએ હૈદરાબાદ ખાતે ચાલી રહ્યું છે.

ફિલ્મના સેટ પર પવન કલ્યાણની સાથે તેલુગુ સેન્સેશન તરીકે ઓળખાતી શ્રીલીલા પણ જોવા મળી છે. સેટ પરથી મળેલી માહિતી મુજબ, પવન કલ્યાણ અને શ્રીલીલાની ટીમમાં રાશિ ખન્ના પણ હવે જોડાઈ ચૂકી છે. પોલીસ ઓફિસરની સ્ટોરી ધરાવતી આ ફિલ્મમાં રાશિ ખન્ના સેકન્ડ લીડ રોલ કરી રહી છે. રાશિએ છેલ્લી તેલુગુ ફિલ્મ ૨૦૨૨માં કરી હતી. બે વર્ષ બાદ તેને તેલુગુ ફિલ્મ મળી છે.

મોટા બજેટ અને પવન કલ્યાણ જેવા સ્ટાર સાથે મળી રહેલી ‘ઉસ્તાદ ભગત સિંઘ’ના કારણે રાશિને શાનદાર કમબેકની તક મળી છે. ‘ઉસ્તાદ ભગત સિંઘ’ને મેગા કમર્શિયલ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.

રાશિએ હિન્દી ફિલ્મોમાં પગ જમાવવા ઘણાં પ્રયાસ કરી જોયાં છે. ઓટીટી પર પણ રાશિએ હાથ અજમાવ્યો છે. જો કે તેલુગુ ફિલ્મો જેવો રિસ્પોન્સ ક્યાંય ન મળ્યો હોવાથી રાશિએ ફોકસ બદલ્યું છે.

‘ઉસ્તાદ ભગત સિંઘ’ મળતા પહેલા રાશિએ ‘થિરુચિત્રામબલ’ અને ‘સંગાથામિઝાન’ જેવી તમિલ ફિલ્મોનું કામ શરૂ કરેલું છે. આ બંને ફિલ્મો ઓટીટી પર સ્ટ્રીમ થવાની છે, જો કે પવન કલ્યાણની ફિલ્મના કારણે રાશિ માટે ફરી એક વાર બિગ બજેટ ફિલ્મોના દરવાજા ખુલી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.