Western Times News

Gujarati News

મેરિલ સ્ટ્રીના ઝુમખાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી

મુંબઈ, અમેરિકા કે બ્રિટનની વેબ સિરીઝ હોય કે પછી હોલિવૂડ ફિલ્મ, ઇન્ડિયન હેન્ડિક્રાફ્ટના કપડાં અને જ્વેલરી છેલ્લાં ઘણા સમયથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે.

તેઓ ભારતીય ડિઝાઇનર પાસેથી પ્રેરણા પણ લઈ રહ્યા છે અને ભારતીય હસ્તકળાને પણ માન સાથે અપનાવી રહ્યા છે. પછી તે બ્રાડ પિટનો કચ્છી ટાંગલિયાનો શર્ટ હોય, પ્રાડાના કોલ્હાપુરી ચપ્પલ હોય, લૂઈ વિટોંની રિક્શા હોય કે પછી ‘વ્હીલ ઓફ ટાઇમ’ જેવી જગવિખ્યાત વેબ સિરીઝમાં ઇન્ડિયન જ્વેલરી હોય, ઇન્ડિયન ફેશન પર હવે દુનિયાનું ધ્યાન જઈ રહ્યું છે.

ત્યારે એક જુની ફિલ્મનો વીડિયો સોશિયલ મીડિયા પર થોડાં સમયથી વાયરલ થઈ રહ્યો છે, તે દર્શાવે છે કે ‘ડેવિલ વેર્સ પ્રાડા’ ફિલ્મ તેના સમયથી કેટલી આગળ હતી, ખાસ કરીને ફેશન બાબતે.૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘ડેવિલ વેર્સ પ્રાડા’માં મેરિલ સ્ટ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે મિરાન્ડા પ્રિસ્ટ્‌લીનનું ખુબ લોકપ્રિય પાત્ર કર્યું હતું. આ ફિલ્મના એક સીનમાં તે ઉત્તર ભારતમાં પહેરાતી કાનની ચાંદબાલી પ્રકારની ઇઅરિંગ્ઝ પહેરેલી દેખાય છે.

આ એ જાણીતો સીન છે, જેમાં મિરાન્ડા પોતાની દિકરીના પર્ફાેર્મન્સમાં ન પહોંચી શકવા પર, તે જેને ‘ધ સ્માર્ટ ફેટ ગર્લ’ તરીકે ઓળખે છે એવી એન હેથવેને નોકરી પર રાખવા પર પસ્તાવો વ્યક્ત કરે છે.

આ સીનમાં મીરાન્ડા એક બ્લેક ડ્રેસ અને બ્લેક સ્ટોકિંગ્ઝ પહેરેલી દેખાય છે, તેમાં તેણે કમરમાં એક ડિઝાઇનર બેલ્ટ પહેર્યાે છે અને કાનમાં ટ્રેડિશનલ ચાંદ બાલી પહેરી છે.

તાજેતરમાં જ લોકોના ધ્યાનમાં આ બાબત આવી અને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ઘણા લોકોએ કહ્યું હતું કે, તેમણે આ ફિલ્મ ૧૦૦ વાર જોઈ છે, પણ તેમનું ક્યારેય આ વાત પર ધ્યાન ગયું નહીં.ચાંદબાલી એક એવા પ્રકારની ઇઅરિંગ્ઝ છે, જેમાં અર્ધગોળ આકારમાં ચંદ્રનો આકાર આપવામાં આવ્યો હોય છે, હિન્દી શબ્દ ચાંદ બાલીનો અર્થ જ ચંદ્રના આકારની કળી એવો થાય છે.

તે મોટા ભાગે સોના કે ચાંદીની બનેલી હોય છે, જેમાં મોતી, ઘુઘરી, રત્નો, કુંદન, મીનાકારી કે પોલ્કી જેવું ઘડામણ કરેલું હોય છે. તે મુઘલકાળથી વધુ લોકપ્રિય થઈ હોવાનું માનવામાં આવે છે, જ્યારે મુગલ બેગમો આ પ્રકારની બાલી પહેરતી હતી.

રાજસ્થાન, કાશ્મીર અને પંજાબ સહિતના રાજ્યોમાં આ પ્રકારની ચાંદબાલી વધુ લોકપ્રિય છે, જે ઉંચ્ચ ઘરાનાની સ્ત્રીઓ પહેરે છે. ત્યારે મેરીલ સ્ટ્રીપની આ વીડિયોથી ‘ડેવિલ વેર્સ ઝુમખા’ ટ્રેન્ડ થયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.