Western Times News

Gujarati News

કર્ણાવતીથી YMCA તરફ જતો આશરે ૧૦૦ મીટર જેટલો એક તરફનો રોડ ૬-માસ સુધી બંધ રહેશે

Google Maps

કર્ણાવતી ક્લબથી વાય.એમ.સી.એ. ક્લબ સુધી ફ્લાયઓવર બનાવવાનું કામ ચાલતું હોવાથી વાહન વ્યવહાર ડાયવર્ઝન અંગેનું અમદાવાદ પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

અમદાવાદ શહેરમાં નેશનલ હાઇવે ડિવિઝન (અમદાવાદ) દ્વારા એસ.જી. હાઇવે ઉપર આવેલ કર્ણાવતી ક્લબથી વાય.એમ.સી.એ. ક્લબ સુધી એલિવેટેડ કોરિડોર (ફ્લાયઓવર) બનાવવાનું કામકાજ ચાલી રહેલ છે1. આ કામકાજ અંતર્ગત સદરહુ જગ્યાએ બ્રિજના પીલરો તૈયાર થઇ ગયેલ હોય અને પીલરો ઉપર ગર્ડર લગાવવાનું કામ કરવામાં આવનાર છે. આ કામગીરી ૬-માસ સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે1.

સદરહુ કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
એસ.જી. હાઈવે પરના રોડનો કર્ણાવતી ક્લબથી વાય.એમ.સી.એ. ક્લબ તરફ જતો આશરે ૧૦૦ મીટર જેટલો એકતરફનો રોડ ૬-માસ સુધી બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ સાણંદ, સરખેજ તરફથી આવતો નાના તથા મોટા વાહનવાળો ટ્રાફિક વાય.એમ.સી.એ. ક્લબ તરફથી ડાબી બાજુ વળી ભગવાન સર્કલથી જમણી બાજુ વળી ઝવેરી સર્કલ થઈ (ચક્કર સર્કલ) જમણી બાજુ વળી કર્ણાવતી ક્લબથી એસ.જી. હાઈવે ઉપર થઈ અલગ-અલગ માર્ગ ઉપર જઈ શકાશે1. તેમજ ઈસ્કોનથી સરખેજ તરફ જતો રોડ વાહનવ્યવહાર માટે ચાલુ રાખવામાં આવશે1.

જે અંગેની તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે. તેમ સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફિક, અમદાવાદ શહેરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.