Western Times News

Gujarati News

મિલ્કી મિસ્ટ ડેરી ફૂડે 2,035 કરોડના IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું

Mumbai, ભારતની સૌથી ઝડપથી વિકસતી પેકેજ્ડ ફૂડ કંપનીઓ પૈકીની એક મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડે (“Milky Mist”) આઈપીઓ થકી રૂ. 2,035 કરોડ એકત્રિત કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ઓફરમાં રૂ. 1,785 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર શેરધારકો સતિશકુમાર ટી અને અનિતા એસ દ્વારા રૂ. 250 કરોડ સુધીની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

“Milky Mist Dairy Food has officially filed its Draft Red Herring Prospectus (DRHP) with SEBI for its upcoming IPO”

તમિળનાડુના ઇરોડમાં સ્થપાયેલી મિલ્કી મિસ્ટે ભારતમાં અગ્રણી ડેરી બ્રાન્ડ તરીકે નામ મળેવ્યું છે જે પનીર, ચીઝ, યોગર્ટ, દહીં, આઈસક્રીમ, બટર, ઘી અને પેકેજ્ડ ફૂડ સહિત વેલ્યુ-એડેડ ડેરી પ્રોડક્ટ્સ (વીએડીપી) પર વિશેષ ધ્યાન આપે છે. અન્ય પરંપરાગત ડેરી કંપનીઓથી વિપરિત મિલ્કી મિસ્ટ લિક્વિડ મિલ્ક વેચતી નથી જેનાથી તે એફએમસીજી કંપનીઓની જેમ મજબૂત પોઝિશન અને ઊંચા માર્જિન મેળવી શકે છે.

 ફુલ્લી ઓટોમેટેડ, ટેક સંચાલિત ઉત્પાદન સુવિધાઓ અને એન્ડ-ટુ-એન્ડ ડિસ્ટ્રીબ્યુશન તથા કંટ્રોલના ઇન-હાઉસ લોજિસ્ટિક્સ નેટવર્ક સાથે મિલ્કી મિસ્ટ ગુણવત્તા, કાર્યક્ષમતા અને વાસ્તવિક સમયમાં ટ્રેસ કરી શકાય તેવી સુવિધા સુનિશ્ચિત કરે છે. કંપની 67,000થી વધુ ખેડૂતતો સાથે સીધું જોડાણ ધરાવે છે જેનાથી તે ઉચ્ચ ગુણવત્તાના દૂધનો સ્થિર પુરવઠો મેળવી શકે છે.

 ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ

રૂ. 1,875 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવામાં આવશેઃ

 1. ચોક્કસ બાકી ઋણની ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે રૂ. 750 કરોડ

2. પેરુન્દુરાઇ ઉત્પાદન એકમના આધુનિકીકરણ અને વિસ્તરણ (વ્હે પ્રોટીન કોન્સન્ટ્રેટ, યોગર્ટ અને ક્રીમ ચીઝ પ્લાન્ટના ઇન્સ્ટોલેશન સહિત) રૂ. 414 કરોડ

3. વિસિ કૂલર્સ, આઇસક્રીમ ફ્રીઝર્સ અને ચોકલેટ કૂલર્સ સ્થાપવા માટે રૂ. 129 કરોડ

4. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (સેબી નિયમનો મુજબ કુલ મળનારી રકમના 25 ટકા સુધી)

 નાણાંકીય કામગીરી

·         નાણાંકીય વર્ષ 2023માં કામગીરીથી મળેલી રૂ. 1,394 કરોડની આવક નાણાંકીય વર્ષ 2025માં રૂ. 2,349 કરોડ થઈ હતી જે લગભગ 30 ટકાનો મજબૂત સીએજીઆર દર્શાવે છે

·         નાણાંકીય વર્ષ 2025માં રૂ. 310 કરોડની એબિટા જેમાં 13.2 ટકાનું એબિટા માર્જિન

 વેપારી કામગીરી પર એક નજરઃ

·         મિલ્કી મિસ્ટ પ્રીમિયમ પ્રાઇઝિંગ ધરાવે છે જેમાં પનીર અને દહીંની પ્રોડક્ટ્સ અન્ય અગ્રણી બ્રાન્ડ્સ કરતાં 10-25 ટકા વધુ હોય છે

·         કંપનીની નવી પ્રોડક્ટ લોન્ચીસે નાણાંકીય વર્ષ 2025માં જ આવકમાં રૂ. 511 કરોડનું યોગદાન આપ્યું હતું

·         નાણાંકીય વર્ષ 2025ના લગભગ 75.4 ટકા હિસ્સો પનીર, દહીં, યોગર્ટ, ઘી અને બટર જેવી રોજબરોજની વપરાશની પ્રોડક્ટ્સમાંથી આવે છે

·         મિલ્કી મિસ્ટ દૈનિક 150 મેટ્રિક ટનની ક્ષમતા સાથે ભારતમાં સૌથી મોટી પનીર ઉત્પાદન ક્ષમતાઓ પૈકીની એકનું સંચાલન કરે છે

 ઇએસજી અને ઇનોવેશન

મિલ્કી મિસ્ટ વોટર રિપ્રોસેસિંગ પ્લાન્ટમિથેનથી ઊર્જામાં રૂપાંતરસૌર અને પવન ઊર્જા ઉત્પાદન (વર્તમાન જરૂરિયાતોના 70-80 ટકા) અને પર્યાવરણને અનુકૂળ લોજિસ્ટિક્સ સાથે ટકાઉપણા માટે પ્રતિબદ્ધ છે. કંપની આરોગ્ય-કેન્દ્રિત પ્રોડક્ટ નવીનતા પર પણ ભાર મૂકે છેજે બદલાતી ગ્રાહક પસંદગીઓને પૂર્ણ કરવા માટે ઉચ્ચ-પ્રોટીનલેક્ટોઝ-મુક્ત અને ઓછી ખાંડવાળી પ્રોડક્ટ્સ ઓફર કરે છે.

 આઈપીઓ દ્વારા કંપનીનો ઉદ્દેશ પ્રીમિયમ વેલ્યુ એડેડ ડેરી પ્રોડક્ટ્સની વધતી માંગનો લાભ લેવાઉત્પાદન ક્ષમતા વધારવાદેવું ઘટાડવા અને ભારતના ડેરી એફએમસીજી સેગમેન્ટમાં તેના નેતૃત્વને મજબૂત બનાવવાનો છે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડએક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.