Western Times News

Gujarati News

ગુરુકુલો દ્વારા ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે કરવામાં આવતું કાર્ય રાષ્ટ્રનિર્માણની મહાન સેવા છે: રાજ્યપાલ

એકાદશી રાત્રિ મહાજાગરણ સભામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની એકાદશી રાત્રિ મહાજાગરણ સભા જનમાનસમાં ચેતનાવિચારો અને સંસ્કાર જગાવતો આધ્યાત્મિક મહાયજ્ઞ‘ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એકાદશી રાત્રિ મહાજાગરણ સભાને ઓનલાઈન માધ્યમથી સંબોધન કર્યું હતું.  શિક્ષાપત્રી સંગ શ્રદ્ધા‘ પર આધારિત આ સત્સંગ સભામાં ગુરુકુલની ૬૫ શાખાઓના ૨૭૫થી વધુ સંતો તથા ૮૦૦૦થી વધુ પરિવારો યૂટ્યુબ અને ઝૂમ મારફતે જોડાયા હતા.

રાજ્યપાલશ્રીએ સ્વામિનારાયણ ગુરુકુલની છેલ્લા સાત દાયકાથી ચાલી રહેલી એકાદશી રાત્રિ મહાજાગરણ પરંપરાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કેઆ કાર્યક્રમ માત્ર આધ્યાત્મિક જાગૃતિ પૂરતો સીમિત નથીપણ સમાજમાં ચેતના અને સાંસ્કૃતિક મૂલ્યોને પણ જાગૃત કરે છે.

તેમણે કહ્યું કેગુરુકુલો દ્વારા ભારતીય જીવનમૂલ્યોસંસ્કારો અને આધ્યાત્મિકતાનો દેશ અને વિદેશમાં વ્યાપક પ્રસાર કરવામાં આવી રહ્યો છેજે ભારતની પ્રાચીન વૈદિક પરંપરાનું રક્ષણ કરવાનું અત્યંત પ્રશંસનીય કાર્ય છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કેઆજે જ્યારે વિશ્વ આધુનિકતા અને ભૌતિકતામાં પોતાના જીવનના મૂળભૂત ઉદ્દેશ્યને ભૂલી રહ્યું છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભારતની આધ્યાત્મિક સંપત્તિને યુવા પેઢી સુધી પહોંચાડવાનું પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છેજે વ્યક્તિને વ્યસનમુક્ત અને જવાબદાર નાગરિક બનાવે છે અને સમાજ તથા રાષ્ટ્રને સંગઠિત અને સશક્ત કરે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કેશિક્ષાનો ખરા અર્થમાં ઉદ્દેશ્ય માત્ર રોજગાર પૂરું પાડવો નથીપરંતુ વ્યક્તિનિર્માણ અને મૂલ્ય આધારિત સમાજની રચના કરવી છે. સ્વામિનારાયણ ગુરુકુલ આ ઉદ્દેશ્યને પૂરું કરવા માટે શિક્ષણને સંસ્કારોથી જોડે છે અને એ દિશામાં કાર્યરત છે.

રાજ્યપાલશ્રીએ દેશ અને વિદેશમાં ફેલાયેલા ગુરુકુલો દ્વારા કરવામાં આવતા પર્યાવરણ સંરક્ષણગૌસંવર્ધનઆપત્તિ રાહત જેવા સામાજિક કાર્યોની પણ વિશેષ પ્રશંસા કરી અને જણાવ્યું કે ધાર્મિક સંસ્થાઓને સામાજિક જવાબદારીઓ સાથે જોડવાની આ પહેલ અનુકરણીય છે.

તેમણે વધુમાં કહ્યું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ભારતની વિરાસતને અક્ષૂણ રાખી વિકસિત ભારત‘ બનાવવાના યત્ન સાથે સતત આગળ વધી રહ્યા છે છેતેમ ગુરુકુલોના સંતો ભારતના સાંસ્કૃતિક વારસાને સાચવવાનું મહાન અભિયાન ચલાવી રહ્યા છે. જો બંને દિશાઓમાં સમાનાંતર કાર્ય ચાલુ રહેશે તો રાષ્ટ્ર નવી ઊંચાઈઓને આંબશે.

રાજ્યપાલશ્રી એ પૂજ્ય ગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીમહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજીસત્ગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા સંત સમુદાયને સાદર નમન કરતાં અને જણાવ્યું કેઆવા તપસ્વી સંતો કોઈપણ રાષ્ટ્ર માટે સંપત્તિ સમાન હોય છેજે આવનારી પેઢીઓ માટે પ્રેરણાના સ્ત્રોત બને છે.

કાર્યક્રમમાં ડલાસ (યુ.એસ.એ.)થી જોડાયેલા શ્રી ધીરુભાઈ બાબરીયાકૅલિફોર્નિયા (યુ.એસ.એ.)થી જોડાયેલા શ્રી મનુભાઈ પાટડીયા તથા ગુરુકુલના સ્નાતક અને સમાજસેવક શ્રી રાકેશ દુધાતની ઉપસ્થિતિને પણ રાજ્યપાલશ્રીએ પ્રેરણાદાયી ગણાવી અને તેમનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

અંતમાં રાજ્યપાલશ્રીએ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની એકાદશી રાત્રિ મહાજાગરણ સભાને જનમાનસમાં ચેતનાવિચાર અને સંસ્કાર જગાવતો આધ્યાત્મિક મહાયજ્ઞ‘ ગણાવી અને ઈચ્છા વ્યક્ત કરી કે ગુરુકુલની આ જ્ઞાનયાત્રા અનંત દિશાઓમાં વ્યાપે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.