બ્રિગેડ હોટલ વેન્ચર્સનો આઈપીઓ ગુરૂવાર, 24 જુલાઇ, 2025ના રોજ ખૂલશે

- પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 85થી રૂ. 90ના ભાવે પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
- બિડ/ઇશ્યૂ ખૂલવાની તારીખ – ગુરુવાર, 24 જુલાઈ, 2025 અને બિડ/ઇશ્યૂ બંધ થવાની તારીખ – સોમવાર, 28 જુલાઈ, 2025
- એન્કર તારીખ – એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઇશ્યૂ ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 23 જુલાઈ, 2025 છે
- બિડ્સ લઘુતમ 166 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 166 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
- ઇક્વિટી શેર દીઠ રૂ. 3નું ડિસ્કાઉન્ડ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમા બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઓફર કરવામાં આવે છે.
- આરએચપી લિંકઃ https://bhvl.in/red-herring-prospectus/
અમદાવાદ, 22 જુલાઈ, 2025: બ્રિગેડ હોટલ વેન્ચર્સ લિમિટેડ (“Company”) ગુરુવાર, 24 જુલાઈ, 2025ના રોજ તેના ઇક્વિટી શેર્સ (“Issue”) નો આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઇશ્યૂ ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 23 જુલાઈ, 2025ના રોજ છે. બિડ/ઇશ્યૂ સોમવાર, 28 જુલાઈ, 2025ના રોજ બંધ થશે.
કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 759.60 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 85થી રૂ. 90 નક્કી કરવામાં આવી છે (“The Price Band”).
ઇશ્યૂમાં લાયક ઠરેલા કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 75.96 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો સમાવેશ થાય છે (the “Employee Reservation Portion”). ઇક્વિટી શેર દીઠ રૂ. 3નું ડિસ્કાઉન્ટ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઓફર કરવામાં આવે છે (“Employee Reservation Portion Discount”). ઇશ્યૂમાં પ્રમાણસર ધોરણે બીઈએલ શેરધારકોને ફાળવણી માટે ઉપલબ્ધ રૂ. 303.84 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના રિઝર્વેશનનો પણ સમાવેશ થાય છે (“BEL Shareholders Reservation Portion”). ઇશ્યૂમાંથી એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન અને બીઈએલ શેરધારકોના રિઝર્વેશનનો હિસ્સો બાદ કરતા જે વધે તેને અહીં “Net Issue” ગણવામાં આવે છે.
બિડ્સ લઘુતમ 166 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 166 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Bid Lot”). કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો અમારી કંપની અને મટિરિયલ પેટાકંપની એસઆરપી પ્રોસ્પેરિટા હોટલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા લેવાયેલા રૂ. 4,681.4 મિલિયન સુધીના મૂલ્યના ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ અથવા આંશિકપણે ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે ઉપયોગ કરવામાં આવશે. ચૂકવણીની રકમમાં કંપની દ્વારા મેળવાયેલી રૂ. 4,136.9 મિલિયનની રકમ તતા પેટા કંપની એસઆરપી પ્રોસ્પેરિટા હોટલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા લેવાયેલા રૂ. 544.5 મિલિયનની રકમનો સમાવેશ થશે. મળનારી કુલ રકમનો અમારા પ્રમોટર બીઈએલ દ્વારા રૂ. 1,075.2 મિલિયનના મૂલ્યની જમીનના અવિભાજિત હિસ્સાની ખરીદી પેટે ચૂકવણી માટે તથા અજાણ્યા હસ્તાંતરણો થકી ઇનઓર્ગેનિક ગ્રોથ માટે, અન્ય વ્યૂહાત્મક પહેલ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ ઉપયોગ કરવામાં આવશે.
આ ઓફર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ), નિયમન 2018ના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે જે સુધારવામાં આવ્યા છે (“SEBI ICDR Regulations”). ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2) ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં નેટ ઇશ્યૂના કમસે કમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનો હેઠળ બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કર્યા બાદ વિવેકાધીન ધોરણે ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે અને (“Anchor Investor Portion”) જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાંઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામા આવશે. જો ઇશ્યૂના કમસે કમ 75 ટકા ક્યુઆઈબીને ન ફાળવી શકાય તો એપ્લિકેશનની સમગ્ર રકમ રિફંડ કરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઇશ્યૂના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 મિલિયન સુધીની બિડ્સ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને (બી) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની બિડ્સ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાઓને ફાળવવામાં આવી શકે છે અને નેટ ઇશ્યૂના મહત્તમ 10 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી ઉપરની કિંમતે માન્ય બિડ્સ મળી હોય.
તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા યુપીઆઈ બિડર્સ (અહીં જણાવ્યા મુજબ)ના કિસ્સામાં યુપીઆઈ આઈડી સહિત (અહીં જણાવ્યા મુજબ) તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો આપવાની રહેશે (અહીં જણાવ્યા મુજબ) જેમાં યુપીઆઈ મિકેનિઝમના મુજબ અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, સંબંધિત બિડની રકમ બ્લોક કરવામાં આવશે.
એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર્સ પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુમાં, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરનારા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે, જે તેમની પાસેથી ઇશ્યૂ કિંમત અથવા તેનાથી ઉપરના ભાવે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે. વધુમાં, રૂ. 303.84 મિલિયન સુધીના મૂલ્યના આટલી જ સંખ્યામાં ઇક્વિટી શેર ફક્ત બીઈએલ શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા બીઈએલ શેરધારકોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે માન્ય બિડ્સ ઇશ્યૂ કિંમત અથવા તેનાથી ઉપર પ્રાપ્ત થવાને આધીન રહેશે. તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ આઈડી (યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરતા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં) પૂરી પાડીને ASBA પ્રોસેસનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે જેમાં સંબંધિત બિડની રકમ એસસીએસબી અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ, જે લાગુ પડે તે, બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.
વધુમાં, ઇક્વિટી શેર્સ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરતા લાયક કર્મચારીઓ અને બીઈએલ શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરતા બીઈએલ શેરધારકોને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે, જે ઇશ્યૂ કિંમત અથવા તેનાથી ઉપરના ભાવે તેમની પાસેથી પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ આઈડી (યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરતા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં) પૂરી પાડીને ASBA પ્રોસેસનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે જેમાં સંબંધિત બિડની રકમ એસસીએસબી અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ, જે લાગુ પડે તે, બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. અહીં વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.
Disclaimer:
BRIGADE HOTEL VENTURES LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and filed the red herring prospectus dated July 18, 2025 (“RHP”) with RoC and the Stock Exchanges on July 18, 2025. The RHP is available on the website of SEBI at www.sebi.gov.in, as well as on the websites of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at https://bhvl.in and on the websites of the BRLMs, i.e. JM Financial Limited and ICICI Securities Limited at www.jmfl.com and www.icicisecurities.com, respectively.