દાહોદના વાંદરીયા ગામે આ કારણસર બે જૂથ વચ્ચે થઈ મારામારી

AI Image
દાહોદમાં યુવતીને ભગાડવા મુદ્દે યુવકના પરિવાર પર જીવલેણ હુમલો -યુવકના ઘરે પહોંચી ઘરમાં તોડફોડ કર્યા બાદ તેમણે યુવકના પરિવાર પર હથિયારો અને પથ્થરોનો ઉપયોગ કરીને જીવલેણ હુમલો કર્યો
દાહોદ, દાહોદના વાંદરીયા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. યુવતી ભગાડવા મુદ્દે આ વિવાદ સર્જાયો હતો. યુવતી પક્ષના લોકોએ યુવકના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. પહેલા યુવતી પક્ષના લોકો ઘરમાં ઘુસી આવ્યા હતા.
ત્યાર બાદ તેઓએ ઘરમાં તોડફોડ મચાવી હતી. યુવતી પક્ષના લોકોએ ઉશ્કેરાઈને પરિવાર પર હુમલો કરતા ઘરમાં તોડફોડ મચાવી હીતી. યુવતી પક્ષના લોકો હથિયાર સાથે યુવકના ઘરે પોહોંચ્યા હતા. યુવકના ઘરે પહોંચી ઘરમાં તોડફોડ કર્યા બાદ તેમણે યુવકના પરિવાર પર હથિયારો અને પથ્થરોનો ઉપયોગ કરીને જીવલેણ હુમલો કર્યો હતો.
આ હુમલામાં યુવકના પરિવારને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત સમસ્ત પરિવારને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં પોલિસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર યુવતી પક્ષના લોકોએ યુવતીને પોલીસ મથકે હાજર થવા બાબતે યુવકના પરિવાર પર હુમલો કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવક પર યુવતી પક્ષના લોકોૅનો આક્ષેપ હતો કે તે તેમની દીકરીને ભગાડીને લઈ ગયો હતો.
જેને લઈ યુવતી પક્ષના લોકોએ યુવક પક્ષના લોકોને દીકરીને પોલીસ સ્ટેશનમાં હાજર કરવા દબાણ કર્યું હતું. આ છતાંય યુવક પક્ષ દ્વારા જ્યારે યુવતીને પોલીસ સ્ટેશનમાં હાજર ન કરાતા યુવતી પક્ષના લોકોએ ઉશ્કેરાઈને યુવકના ઘરે જઈ યુવકના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતે. જેમાં યુવકના પરિવારના લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલું છે. હાલ પોલીસે સગમ્ર મામલાની તપાસ હાથ ધરી છે.