Western Times News

Gujarati News

પીજી સંચાલકોએ નવા નિયમો લાગુ થયાના ૩૦ દિવસની અંદર AMC સમક્ષ અરજી કરીને મંજૂરીઓ મેળવવી પડશે

Files Photo

અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો-સોસાયટીનું એનઓસી ફરજિયાત-પીજીના સંચાલકોની સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથેની મિલીભગત તેમને ભારે પડશે?

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે. જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે.

એટલું જ નહી એએમસી દ્વારા ફાયર સેફ્‌ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે. પીજી સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના ૩૦ દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. આ નવા નિયમોથી સોસાયટીઓમાં પીજીના કારણે થતી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે.

હવેથી કોઈપણ પીજી આવાસ સોસાયટીના ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વિના ચલાવી શકાશે નહીં. આ જોગવાઈ પીજીના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીઓને સત્તાવાર અધિકાર આપશે. પીજી ચલાવવા માટે એએમસી દ્વારા ફાયર સેફ્‌ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ કે નોકરિયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે.

હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતાં હવે પીજી સંચાલકોએ ૨૦ ટકા ર્પાકિંગની જોગવાઈનું પાલન કરવું પડશે. આનાથી ર્પાકિંગની સમસ્યા હળવી થશે. જો કોઈ જગ્યાનો હોમ સ્ટે તરીકે ઉપયોગ કરવો હોય, તો તેના માટે ટુરીઝમ વિભાગ પાસેથી પણ મંજૂરીઓ લેવી ફરજિયાત રહેશે પીજીને હવે હોસ્ટેલ, લોજિંગ અને ર્બોડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે. આનાથી તેમના પર લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થશે.

પીજી સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના ૩૦ દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. પીજી સંચાલકોએ હોસ્ટેલને લગતા જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સના નિયમોનું પણ કડક પાલન કરવું પડશે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર પીજી કે હોસ્ટેલોને એએમસી દ્વારા સીલ કરવામાં આવશે અથવા બંધ કરાવવામાં આવશ આ નવી નીતિ પીજીના સંચાલનમાં પારદર્શિતા લાવશે અને સોસાયટીના રહીશોને લાંબા સમયથી સતાવી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.