રશિયાથી ઓઇલ ખરીદશો તો પરિણામ ભોગવવા પડશેઃ ભારત-ચીનને અમેરિકાના નેતાની ધમકી

(એજન્સી)નવીદિલ્હી, અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણા વચ્ચે ટ્રમ્પ સરકાર તરફથી ૫૦૦ ટકા ટેરિફ લાદવાની ચેતવણી મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટતંત્રના સેનેટર્સ લિન્ડેસે ગ્રેહામ અને રિચાર્ડ બ્લૂમેન્થલે રશિયા સાથે વેપાર કરતાં ભારત સહિત અન્ય દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી છે.
રશિયા સાથે બિઝનેસ કરનારા દેશોની અર્થવ્યવસ્થાને હચમચાવી દેવા નિર્ણય લીધો છે. નોંધનીય છે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ૫૦ દિવસની અંદર યુક્રેન સાથે યુદ્ધ બંધ નહીં કરે તો રશિયા પર ૧૦૦ ટકાનો સેકેન્ડરી ટેરિફ લાદવાનું એલર્ટ આપ્યું હતું.
ગ્રેહામ અને બ્લૂમેન્થલના સંયુક્ત નિવેદન અનુસાર, રશિયા પાસેથી સસ્તા દરે ઓઈલ અને ગેસ ખરીદતાં ચીન, ભારત, બ્રાઝિલ સહિત અન્ય દેશો પર રશિયાની મદદ કરવા બદલ ૫૦૦ ટકા ટેરિફ લાદવામાં આવશે. આ યુદ્ધનો અંત લાવવા માટેનો અંતિમ હથોડો ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો સામે ટેરિફ લાદવાનો હશે.