કાશ્મીર અને હિમાચલમાં લેન્ડસ્લાઇડથી ૪નાં મોત -હિમાચલમાં ૧,૨૩૫ કરોડનું નુકસાન

(એજન્સી)શ્રીનગર, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલવાક વિસ્તારમાં ભારે ભૂસ્ખલન અને મૂસળધાર વરસાદનો કહેર છે. સોમવારે એક ૫ વર્ષના બાળક સહિત ૪ લોકોના મોત થઇ ગયા છે.
જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર જતા જુના રસ્તા પર ભયાનક ભૂસ્ખલન થતા એક ૭૦ વર્ષના તીર્થયાત્રીનું મોત થયુ હતુ અને નવ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ત્રિકુટા પહાડ પર સ્થિત તીર્થયાત્રીયો માટે એક શીબીર આવેલી છે જ્યાં મોટા ભાગે મુસાફરો વિસામો લેતા હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનમાં એક સ્કુલને મોટુ નુકસાન થયુ હતુ.
એક વિદ્યાર્થીનુ મોત થયુ હતુ અને ૫ લોકો ઘાયલ થયા હતા. કટરા શહેરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ હતુ. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને સીએમ ઉમર અબ્દુલાએ જાનમાલના નુકસાન અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ. હિમકોટિ નજીક એક ભૂસ્ખલન થવાના કારણે રસ્તાઓ બંધ થયા છે.
જમ્મુ-કાશ્મીરમાં હાલ ચટ્ટાન પડવી, ભૂસ્ખલન થવાની ઘટનાઓ વધી છે કેમકે આ વખતે ચોમાસાને કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે. ૪૦૧ રસ્તાઓ બંધ થઇ ગયા છે. હવામાન વિભાગે ૧૨ જિલ્લાઓમાંથી ૫ જિલ્લા શિમલા, કાંગડા, ચંબા, સિરમૌર અને મંડીમાં ભારેથી અતીભારે વરસાદનુ એલર્ટ આપ્યુ છે.