Western Times News

Gujarati News

યુનેસ્કોમાં રહેવાથી દેશને જોખમના આક્ષેપ સાથે અમેરિકાએ સભ્યપદ ફરી છોડ્યું

નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વિજ્ઞાનિક અને સાંસ્કૃતિક એજન્સી યુનેસ્કોનુ સભ્ય પદ છોડી દેવાની જાહેરાત અમેરિકાએ કરી છે. આ એજન્સી ઈઝરાયેલ વિરોધી વક્તવ્યોને પ્રમોટ કરી રહી છે અને તેની સાથે સંકળાયેલા રહેવાથી દેશહિત જોખમાઈ શકે છે, તેવા આક્ષેપ સાથે ટ્રમ્પ તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

યુનેસ્કોની કામગીરીને જોતાં તેનો એજન્ડા સામાજિક ભાગલા અને ધાર્મિક કટ્ટરતાને વેગ આપવાનો જણાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ અમેરિકાએ કર્યાે છે.

યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્›સે જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનને સભ્ય દેશ તરીકે સમાવવાનો નિર્ણય યુનેસ્કો દ્વારા લેવાયો છે, જેનો અમલ ડિસેમ્બર ૨૦૨૬થી થવાનો છે. સભ્ય રાષ્ટ્ર તરીકે પેલેસ્ટાઈનનો સમાવેશ અમેરિકાને હરગિઝ મંજૂર નથી. આ ઉપરાંત ઈઝરાયેલ પ્રત્યે નફરતનો માહોલ ઊભા કરતા તત્વોને યુનેસ્કોમાં મોકળું મેદાન મળ્યું છે.

યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓડ્રે એઝૌલે દ્વારા અમેરિકાના આ નિર્ણયને અત્યંત કમનસીબ ગણાવ્યો હતો. અમેરિકા તરફથી આ પગલું અપેક્ષિત હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે યુનેસ્કો તેના માટે તૈયાર હતું.

ઈઝરાયેલ પ્રત્યે યુનેસ્કોમાં પૂર્વગ્રહ પ્રવર્તી રહ્યો હોવાના દાવાને પાયાવિહોણા ગણાવી ઓડ્રેએ દલીલ કરી હતી કે, વંશવાદી પરિબળો સામેની લડતને મજબૂત બનાવવા હિટલર દ્વારા યહૂદીઓના સામૂહિક સંહારના પાઠ ભણાવાય છે.

સાત વર્ષ અગાઉ અમેરિકાએ પણ અમેરિકાએ આ જ કારણો દર્શાવી યુનેસ્કોનું સભ્યપદ છોડ્યુ હતું. સાત વર્ષ પહેલાની સરખામણીએ હાલ સ્થિતિ ઘણી બદલાયેલી છે.

રાજકીય તણાવ ખૂબ વધ્યો છે અને બહુદેશીય, બહુજાતિય પાસાને ધ્યાનમાં રાખીને કામગીરી કરતું આ અનોખું સંગઠન છે.યુનેસ્કોનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે.

અગાઉ વર્ષ ૧૯૮૪માં તત્કાલીન યુએસ પ્રમુખ રોનાલ્ડ રીગને આ સંસ્થાનું સભ્યપદ તરછોડ્યું હતું. રીગને યુનેસ્કોને અત્યંત અવ્યવસ્થિત અને ભ્રષ્ટાચારી ગણાવી છેડો ફાડ્યો હતો.

૨૦૦૩માં તત્કાલીન પ્રમુખ ડ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન અમેરિકા ફરી સભ્ય બન્યું હતું. વર્ષ ૨૦૧૧માં યુનેસ્કોના સભ્ય તરીકે પેલેસ્ટાઈનનો સમાવેશ થયો હતો, જેના પગલે વર્ષ ૨૦૧૭માં ઈઝરાયેલ અને અમેરિકાએ સભ્યપદનો ત્યાગ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.