ઓડિશામાં બે નરાધમોએ ૧૮ વર્ષીય યુવતીનું અપહરણ કરીને બળાત્કાર કર્યો

પારાદીપ, હાલ ઓડિશા મહિલાઓ પર રેપ અને અત્યાચાર મામલે ચર્ચામાં છે. રાજ્યના જગતસિંહપુર જિલ્લામાં એક ૧૮ વર્ષીય યુવતિનું કથિતરીતે બે નરાધમોએ અપહરણ કર્યું હતું, પછી તેની પર બળાત્કાર કર્યાે હોવાની ઘટના બની છે.
આ યુવતી પોતાની બહેનપણી સાથે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેને ખેતરમાં લઈ જઈને કૃત્યુ આચર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ઘટના સોમવારે રાત્રે ૮ઃ૩૦ કલાકે બની અને પીડિતાને ગંભીર હાલતમાં જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પીડિતાના પિતાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં આરોપ મુક્યો છે કે, મારી દિકરી બાજુના ગામમાં એક જન્મદિનના પ્રસંગમાં સામેલ થઈને પોતાની એક બહેનપણી સાથે ઘરે પરત આવી રહી હતી, ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો અને પછી એક ખેતરમાં લઈ જઈને સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે તેની બહેનપણી ભાગી જવામાં સફળ રહી હતી.
જગતસિંહપુરના ભાજપના ધારાસભ્ય અમરેન્દ્રદાસે કહ્યું કે પોલીસે ગુનેગારોની શોધખોળ શરુ કરી દીધી છે. મેં જિલ્લા પોલીસ વડા સાથે વાત કરી છે. દોષિતોની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આ દરમિયાન, જગતસિંહ પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રવાસ સાહૂએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ત્યાંથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યાે છે. પોલીસ ફરિયાદ અનુસાર, પીડિતા ઘરે પરત ફરી તો ખૂબ લોહી વહી રહ્યું હતું, ત્યાર પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, અમે પીડિતાની બહેનપણી અને તેની માતાની પણ પૂછપરછ કરી રહ્યા છીએ.
રાજ્યમાં મહિલાઓની સામે વધી રહેલા ગુનાઓની સંખ્યાના કારણે વિપક્ષો વિરોધ પ્રદર્શન શરુ કર્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે એક વર્ષ જૂની ભાજપ સરકાર રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. બીજેડી નેતા પ્રિયબ્રત મહાપાત્રાએ કહ્યું કે, જ્યાં સુધી દોષિતોની ધરપકડ થાય નહીં, અમે જિલ્લા પોલીસ વડાની ઓફિસનો ઘેરાવો કરીશું.SS1MS