મોંઘવારીને અંકુશમાં રાખવા ઘઉં અને ચોખાનો પૂરતો જથ્થો છેઃ સરકાર

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર પાસે ઘઉં અને ચોખાનો વધારાનો જથ્થો ઉપલબ્ધ છે જે જાહેર અનાજ વિતરણ વ્યવસ્થા તથા ગરીબોની સામાજિક કલ્યાણ યોજનાના બફર ધોરણોની જરૂરિયાત કરતા પણ વધુ હોવાની માહિતી સંસદને મંગળવારે આપવામાં આવી હતી.
૧ જુલાઈના રોજ કેન્દ્ર પાસે ઘઉં અને ચોખાનો મળીનેકુલ ૭૩૬.૬૧ લાખ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે જે ૪૧૧.૨ લાખ મેટ્રિક ટનના બફર સ્ટોક જરૂરિયાત કરતા વધુ હોવાનું ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ રાજ્યસભામાં લેખિતમાં માહિતી આપતા જણાવ્યું હતું.
જ્યારે બજાર ભાવમાં વધારો જણાય છે ત્યારે સરકાર આ વધારાનો જથ્થા બજારમાં ઠાલવે છે અને અનાજની માગ અને પુરવઠાનું સંતુલન જળવાઈ રહે તથા ફુગાવો પણ અંકુશમાં રાખી શકાય તેમ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું.કેન્દ્ર સરકાર પાસે ચોખાનો ૩૭૭.૮૪ લાખ મેટ્રિક ટન જથ્થો છે જે ૧૩૫.૪૦ લાખ મેટ્રિક ટનની બફર જરૂરિયાત કરતા વધુ છે.
આ જ રીતે ઘઉંનો જથ્થો ૩૫૮.૭૮ (૨૭૫.૮૦) લાખ મેટ્રિક ટન છે. બજાર ભાવને નિયંત્રિત રાખવા અને અનાજ પુરવઠાની ઉપલબ્ધતા વધારવા સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) તથા સામાજિક કલ્યાણ યોજના (ઓડબલ્યુએસ) ઉપરાંતના પુરવઠામાંથી ઘઉં અને ચોખાનું મુક્ત બજાર વેચાણ યોજના અંતર્ગત વેચાણ કરે છે.
આનાથી જરૂરિયાત મુજબનો અનાજનો જથ્થો બજારમાં ઠલવાતા લોકોને સરળતાથી મળી રહી છે અને દેશના મોટાભાગની વસ્તીને પોષણક્ષમ ભાવે અનાજ મળી રહેતા ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે તેમ રાજ્યમંત્રી બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું. સામાન્ય ગ્રહાકોને લોટ અને ચોખા રાહત દરે ઉપલબ્ધ થાય તે હેતુથી કેન્દ્રે ભારત આટા અને ભારત રાઈસ અનુક્રમે ૬ નવેમ્બર ૨૦૨૩ તેમજ ૬ ફેબ્›આરી ૨૦૨૪ના લોન્ચ કર્યા હતા.SS1MS