‘નેતાઓ સરકારી બંગલા પર કાયમી કબજો જમાવી ન શકે: સુપ્રીમ

નવી દિલ્હી, સરકારી બંગલાના ગેરકાયદે કબજા બદલ આશરે રૂ.૨૧ લાખનું ભાડૂ વસૂલ કરવાના સરકારના આદેશ સામેની બિહારના ભૂતપૂર્વ ધારાસભ્યની અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સરકારી બંગલા પર કાયમી ધોરણે કબજો જમાવી શકે છે.
સુપ્રીમ કોર્ટ પટણા હાઈકોર્ટના ચુકાદા સામે ભૂતપૂર્વ ધારાસભ્ય અવનિશ કુમાર સિંહની અપીલ પર સુનાવણી કરી રહી હતી. આ પૂર્વ ધારાસભ્યે પટણામાં સરકારી બંગલો ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા પછી પણ છોડ્યો ન હતો.
તેથી સરકારે રૂ.૨૦.૯૮ લાખનું ભાડૂ વસૂલ કરવાનો આદેશ આપ્યો હતો. તેથી તેમણે સરકારના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યાે હતો, પરંતુ હાઇકોર્ટમાંથી કોઇ રાહત મળી ન હતી. જોકે સુપ્રીમ કોર્ટે કાયદા મુજબ પગલાં લેવાની પૂર્વ ધારાસભ્યને છૂટ આપી હતી.
આ પછી તેમણે અરજી પાછી ખેંચી લીધી હતી. બિહારના ઢાકા મતવિસ્તારમાંથી પાંચ વખત ધારાસભ્ય બનેલા અવનિશ કુમાર સિંહને ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પટણાના ટેલર રોડ પર સરકારી ક્વાર્ટર ૩ ફાળવવામાં આવ્યું હતું. તેમણે ૧૪ માર્ચ ૨૦૨૪માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ૧૨ મે ૨૦૨૬ સુધી સરકારી ક્વાર્ટર ખાલી કર્યું ન હતું.
તેથી ભૂતપૂર્વ ધારાસભ્યે દલીલ કરી હતી કે ૨૦૧૪ની સંસદીય ચૂંટણીમાં તેમના રાજીનામા અને ત્યારબાદની હાર પછી તેમને રાજ્ય વિધાનસભા સંશોધન અને તાલીમ બ્યુરોમાં નોમિનેટ કરાયા હતાં. તેથી ૨૦૦૮ના નોટિફિકેશન હેઠળ તેઓ વર્તમાન ધારાસભ્ય જેવા જ લાભો અને વિશેષાધિકારો માટે હકદાર હતાં.SS1MS