આણંદમાં ડેન્ગ્યુના ૧૧ અને મેલેરીયા તેમજ ચિકનગુનીયાના ૧-૧ કેસ નોંધાયા

આણંદ , કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમ્યાન ડેંગ્યુના ૧૧ અને મેલેરીયા તેમજ ચિકનગુનીયાના ૧-૧ કેસ નોંધાતા તંત્ર એકશનમાં આવ્યું છે.
જેને ધ્યાનમાં લઈ ૪૨ જેટલી ટીમ દ્વારા મચ્છરજન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છર થી ફેલાતા રોગ અટકાયત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં ૫૮,૧૨૨ ઘરો ખાતે સર્વે કરવામાં આવ્યો છે, ૨૧૧ જેટલી સંસ્થાઓ ખાતે ડેન્ગ્યુ મેલેરિયાના નોટિફિકેશન એક્ટની અમલવારી સબંધે નોટિસ આપવામાં આવી છે, ૫૫૫૬ જેટલા પાત્રોમાં પોરા જોવા મળતા કુલ રૂપિયા ૨.૬૨ લાખ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલના માર્ગદર્શન મુજબ જુલાઈ માસ દરમિયાન વાહકજન્ય રોગ અટકાયત કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની ટીમો આરોગ્ય ની ટીમ દ્વારા શહેરી વિસ્તારોમાં વિવિધ સંસ્થાઓની મુલાકાત દરમિયાન મચ્છર ઉત્પતિ સ્થાનો જોવા મળતા નોટિસ આપીને દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
જે અન્વયે હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટને ¹ ૩૩ હજાર જેટલા દંડ, બાંધકામ સાઈટો રહેણાંક અને કોમર્શિયલ કોમ્પલેક્ષને રૂ.૧૬,૫૦૦ જેટલો દંડ,હોસ્પિટલોને ૧૩,૫૦૦ જેટલો દંડ,દુકાનો રૂ.૫૧૦૦ જેટલો દંડ, શૈક્ષણિક સંસ્થાઓને રૂ. ૫૦૦૦ જેટલો દંડ, મોલ થિયેટરને રૂ.૩૯૦૦ જેટલો દંડ એમ કુલ રૂપિયા ૭૭ હજાર જેટલો દંડ મચ્છર સ્થાનો જોવા મળતા દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડેન્ગ્યૂને હરાવવા માટે ઘરના પાણી ભરેલા પાત્રોને તપાસી તેની સાફ-સફાઈ કરો અને પાત્રો ઢાંકીને રાખો આ થીમ મુજબ નાગરિકોએ કામગીરી કરવા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
હાલ ચોમાસાની ઋતુને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા હોવાથી ગંદકી તેમજ માખી અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેનાથી ડેન્ગ્યુ મલેરિયા તેમજ ચિકનગુનિયાના દર્દીઓનું પ્રમાણ પણ વધ્યું છે.
સત્તાવાર રીતે ડેન્ગ્યુના ૧૧ દર્દીઓ નોંધાતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વિરામ રહેતાં વાતાવરણમાં બાફ અને ઉકળાટ વધ્યો છે.
જેના કારણે મરછરોના ઉત્પત્તિસ્થાનમાં વધારો થયો છે જેથી રોગચાળો વકરવાની સંભાવના પણ વધી ગઈ છે.તારીખ ૧ થી ૨૦ જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના દર્દીઓનું પ્રમાણ વધતાં હવે સાફસફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.SS1MS