Western Times News

Gujarati News

એક સમયે કંગાળ થઈ ગયો હતો ‘સ્પેશિયલ ઓપ્સ ૨’નો એક્ટર

મુંબઈ, લોકપ્રિય ટીવી અભિનેતા કરણ ટેકરની હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘તન્વીઃ ધ ગ્રેટ’ અને સીરીઝ ‘ઓપ્સ સીઝન ૨’ માં શાનદાર એક્ટિંગ માટે દર્શકો અને વિવેચકો તરફથી શાનદાર રિવ્યુ મળ્યા છે. તેના અભિનયની ઘણી પ્રંશસા થઈ રહી છે. આ સાથે કરણ તેના કરિયરના સફળ તબક્કાનો આનંદ માણી રહ્યો છે.

પરંતુ શું તમે જાણો છો કે, તે ઘણા સંઘર્ષ પછી આ મુકામ પર પહોંચ્યો છે. તાજેતરમાં અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના અને તેના પરિવારના મુશ્કેલ સમયને યાદ કરતાં કહ્યું કે, તેના પરિવારે પોતાનું ઘર છોડીને દોઢ વર્ષ સુધી ગોડાઉનમાં રહેવું પડ્યું હતું. કરણે એક ઈન્ટરવ્યુમાં વાત કરતાં કહ્યું કે, ‘મેં મારા પિતા સાથે એક વ્યવસાય શરૂ કર્યાે હતો.

મારા પિતા પહેલાથી જ ભારતીય પોશાકના વિતરણમાં સામેલ હતા અને મેં મારા પિતા સાથે ઈન્ડિયન અને વેસ્ટર્ન કપડાંનું રિટેલ આઉટલેટ શરૂ કર્યું. અમારી પાસે બે સ્ટોર હતા, એક લોખંડવાલામાં અને બીજુ જુહુમાં. દુનિયા મંદીની ઝપેટમાં આવી ગઈ, તમે જાણો છો, એક મોટા શહેરની બેંક ડુબી ગઈ.

અમે નાદાર થઈ ગયા. અમે અમારા ઘર વેચી દીધા, અમારી પાસે જે હતું તે બધું વેચી દેવું પડ્યું, અને કેટલાક સમય માટે હું મારા પરિવાર સાથે મારા વેરહાઉસમાં રહેવા ગયા, કારણ કે અમારી પાસે રહેવા માટે માત્ર એક જ જગ્યા હતી.’

કરણે આગળ કહ્યું, ‘મને લાગે છે કે અમે ત્યાં ગોડાઉનમાં લગભગ દોઢ વર્ષ રહ્યા, અને પછી અમે અમારી પોતાની જાતને સંભાળી. એ પછી મને, મારા પપ્પાને અને મારી બહેનને નોકરી મળી ગઈ અને મે શરુ કરી દીધી. જેમ કે એરલાઇન્સમાં ઉડવા માટે ઓડિશન પ્રક્રિયા હોય છે, બરોબર ને? તમારે તસવીર વગેરે કરાવવાના હોય છે. તેથી મેં થોડો સમય કામ કર્યું.

સદભાગ્યે, મારી પાસે રિટેલ આઉટલેટ હતું, લોકો મારા સ્ટોર પર કપડાં ખરીદવા આવતા હતા, તેથી તેમાંથી એકે કહ્યું, ‘તમે અભિનયનો પ્રયાસ કેમ નથી કરતા?’ અને બસ ત્યાથી અભિનયની શરુઆત થઈ.’

કરણ ટેકરના વર્ક ળન્ટની વાત કરીએ તો, હાલમાં જ અનુપમ ખેર નિર્દેશિત ફિલ્મ તન્વીઃ ધ ગ્રેટ અને કેકે મેનનની સીરિઝ સ્પેશિયલ સીઝન ૨માં જોવા મળશે. તેના બંને પ્રોજેક્ટ એક જ દિવસે રિલીઝ થયા હતા અને દર્શકો માટે તેમની એક્ટિંગ ખૂબ શાનદાર રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.