કેસની ધમકીને કારણે દ્રશ્યમ-થ્રીનું હિંદીનું શૂટિંગ વહેલું શરુ ન થયું

મુંબઈ, અજય દેવગણે તેની હિંદી ‘દ્રશ્યમ થ્રી’નું શૂટિંગ મલયાલમમાં બની રહેલી ‘દ્રશ્યમ થ્રી’ કરતાં પહેલાં શરુ કરી દેવાનો પ્લાન કર્યાે હતો. જોકે, મલયાલમ વર્ઝનના નિર્માતાઓએ તેને આમ કરતો રોકવા માટે કાનૂની કાર્યવાહીની ચિમકી આપી હતી. તેના કારણે અજય દેવગણે હવે મલયાલમમાં શૂટિંગ થાય તે પછી જ હિંદીનું શૂટિંગ શરુ કરવાનું નક્કી કરવું પડયું છે.
મૂળ મલયાલમ ‘દ્રશ્યમ‘નાં દિગ્દર્શક જીતુ જોસેફે આ ઘટસ્ફોટ કર્યાે છે. તેમણે કહ્યું હતું કે ‘દ્રશ્યમ‘ પહેલાં મલયાલમમાં બની હતી અને બાદમાં તેની હિંદી રીમેક બની હતી. આથી આ ફિલ્મનો ત્રીજો ભાગ પહેલાં મલયાલમમાં જ શૂટ થાય તે એકદમ સાહજિક છે. અગાઉ એવા પણ અહેવાલો હતા કે મલયાલમ અને હિંદી ‘દ્રશ્મય થ્રી’નું શૂટિંગ સમાંતર થશે.
જોકે, જીતુ જોસેફે આ શક્યતા પણ નકારી કાઢી છે. તેણે કહ્યું હતું કે હિંદીના નિર્માતાઓ અમારા પહેલાં શૂટિંગ શરુ કરી દેવા માગતા હતા. પરંતુ, અમારે તેમને કાનૂની કાર્યવાહીની ચિમકી આપવી પડી હતી. તે પછી તેમણે પોતાના પ્લાનમાં ફેરફાર કર્યાે છે.
ઉલ્લેખનીય છે કે અજય દેવગણ અને મોહન લાલ બંને પોતપોતાની ‘દ્રશ્યમ થ્રી’નું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરુ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.SS1MS