Western Times News

Gujarati News

અભિનેત્રી કાજોલ અને ટ્વિંકલ નવા શોનું સંચાલન કરશે

મુંબઈ, એક્ટ્રેસ કાજોલ અને ટ્વિંકલ એક નવો શો શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ ‘ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ આપવામાં આવ્યું છે. આ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર પ્રાઇમ વીડિયો દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

આ શો બાનીજે એશિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, જેમાં બોલિવૂડના સેલેબ્રિટી ગેસ્ટ તરીકે હાજર રહેશે.આ પોસ્ટમાં કાજોલ અને ટ્વિંકલની એક તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં બંનેના ચહેરા પર આશ્ચર્ય દેખાય છે.

તેની સાથે લખાયેલી કૅપ્શનમાં લખાયું છે,“એમને ચા મળી ગઈ છે અને આમાં ગુમાવવાનું ઘણું છે.” આ પોસ્ટ જોતાં જ લોકો ખુશ થઈ ગયાં છે.આ એક બોલ્ડ, બ્રિલિયન્ટ અને બિન્દાસ્ત શો હશે, જેઓ વિવિધ મુદ્દે ખુલીને ચર્ચાઓ કરતાં દેખાશે, આ બંને એક્ટ્રેસની કોઈ પણ વાત કટાક્ષ સાથે પણ સ્પષ્ટ રીતે કરવાની આદતથી જ ઘણા ફૅન્સ ઉક્સુક છે.

આ શોની રિલીઝ ડેટ અને મહેમાનોન યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ દર્શકોની આશા છે કે તેઓ પહેલા એપિસોડમાં અજય દેવગન અને અક્ષય કુમારનો વારો કાઢે.

જો કાજોલની ફિલ્મની વાત કરવામાં આવે તો છેલ્લી તેની ‘મા’ ફિલ્મ આવી છે, આ માઇથોલોજિકલ હોરર ફિલ્મ ૨૭ જુને રિલીઝ થઈ હતી, જેણે વર્લ્ડવાઇડ ૫૦ કરોડની કમાણી થઈ હતી. હવે તેની ‘સરઝમીન’ આવી રહી છે, જે કાયોઝ ઇરાનીએ ડિરેક્ટ કરી છે.

તેમાં સુકુમારન અને ઇબ્રાહીમ અલી ખાન પણ છે. આ ફિલ્મ ૨૫ જુલાઈએ જિઓ હોટસ્ટાર પર રિલીઝ થશે.જ્યારે ટ્વિંકલની વાત કરવામાં આવે તો તેણે ૯૦ના દાયકામાં છેલ્લી ફિલ્મ કરી છે. તે હવે લેખિકા બની ગઈ છે અને ૨૦૧૫માં તેનું પહેલું પુસ્તક ‘મિસીસ ફની બોન્સ’ આવ્યું હતું. એ પછી તેણે ‘ધ લિજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ’, ‘પજમાઝા આર ફરગિવિંગ’ અને ‘વેલકમ ટુ પેરેડાઈઝ’ જેવા પુસ્તકો લખ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.