પ્રિયંકા ચોપરા યુએસમાં રહીને વેજિટેરિયન બની રહી છે

મુંબઈ, પ્રિયંકા ચોપરા જ્યારથી નિક જોનાસ સાથે લગ્ન કરીને યુએસ શિફ્ટ થઈ ત્યારથી તે એક ગ્લોબલ આઇકોન બની ગઈ છે, પરંતુ તે મનથી હજુ પણ સંપુર્ણપણે ભારતીય છે. તેને આજે પણ ભારતીય વાનગીઓ ખૂબ પસંદ છે.
તાજેતરમાં જ તેની હોલિવૂડ ફિલ્મ ‘હેડ્ઝ ઓફ સ્ટેટ’ રિલીઝ થઈ છે, જેમાં તે એક્શન સીન કરતી દેખાય છે. તાજેતરમાં જ તેના પ્રમોશન વખતે તેણે પોતાને ભાવતાં ભોજન અને પસંદગીઓ વિશે વાત કરી હતી.પ્રિયંકાએ કહ્યું, “મારું ડિનર હંમેશા સૂપથી શરૂ થાય છે, એક હુંફાળો સૂપ. પછી મેં જે બપોરના જમવામાં લીધું હોય એ જ ભોજન લઉં છું. એ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.
કેટલીક બીજી પણ એવી વસ્તુઓ છે, મને દાળ બહુ ભાવે છે, ભીંડા બહુ ભાવે છે, કોબી બટેકા બહુ ભાવે છે. હવે હું વેજિટેરીયન બની રહી છું. એ સિવાય મારે હંમેશા જમવામાં દહીં જોઈએ છે, મને રાયતું ખાવું બહુ જ ગમે છે અને અથાણું પણ ઘણું મહત્વનું છે. સલાડ પણ બહુ મહત્વનું છે.”આગળ પ્રિયંકાએ કહ્યું, “હવે જ્યારે હું યુએસ જતી રહી છું, સામાન્ય રીતે મને સેંડવિચ ખાવી ગમતી નથી.
મને હંમેશા શેકેલાં શાકભાજી અને ફિશ ગમે છે. મને સારું, ટેસ્ટી અને તાજું બનાવેલું સલાડ ખાવું ગમે છે.”ઘણા લોકો પોતાનું ભોજન સૂપથી શરૂ કરવાનું પસંદ કરતાં હોય છે, તે સંતોષ આપે એવું અને પેટ ભરાય એવું હોય છે. તેનાથી ભૂખ પણ ઉઘડે છે અને તેના આરોગ્યને લગતાં ઘણા ફાયદા પણ છે.SS1MS