‘જોલી એલએલબી’નું ટીઝર ‘વાર ૨’ સાથે લોંચ થશે

મુંબઈ, અક્ષય કુમાર માટે ૨૦૨૫નું વર્ષ સારું રહ્યું છે, તેની એક પછી એક અલગ અલગ વિષયની ફિલ્મ આવી રહી છે અને બોક્સ ઓફિસ પર સારી ચાલે છે. તેની ‘સ્કાય ફોર્સ’થી લઇને ‘કેસરી ચેપ્ટર ૨’ અને ‘હાઉસફુલ ૫’ સુધીની ફિલ્મમાં તેણે અલગ પ્રકારના રોલ કર્યા છે. તેની ‘જોલી એલએલબી ૩’ આ વર્ષની તેની છેલ્લી ફિલ્મ હશે. સુભાષ કપૂરે ડિરેક્ટ કરેલી આ ફિલમમાં અર્શદ વારસી પણ છે.
પહેલી જોલી એલએલબીમાં અર્શદ વારસી હતો અને બીજી ફિલ્મમાં અક્ષય કુમાર જોલીના રોલમાં જોવા મળ્યો હતો. ત્યારે ત્રીજા ભાગમાં આ બંને જોલી વચ્ચે ટક્કર જોવા મળશે.આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે, ત્યારે હવે ફિલ્મની ટીમ ઓગસ્ટ મહિનાથી ફિલ્મનું માર્કેટિંગ શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું ટીઝર ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં લોંચ થશે. સ્વતંત્રતા દિવસ પર સમગ્ર દેશના થિએટરમાં આ ફિલ્મનું ટીઝર લોંચ થશે. સુત્રએ જણાવ્યું,“જોલી એલએલબી ૩ની ટીમ આ કોર્ટરૂમ કોમેડીનાં ટીઝર ટ્રેલર પર કામ કરી રહી છે, જેમાં આ બંને જોલી સાથે મળીને કેવી અંધાધુંધી રચે છે, જે પહેલાં ક્યારેય જોવા મળી નથી, એ દર્શાવાશે.
વિચાર તો ૧૦ ઓગસ્ટ આસપાસ આ ટીઝર લોંચ કરવાનો છે. વોટર ૨ સાથે સમગ્ર દેશના થિએટરમાં આ ટીઝર જોડાવામાં આવશે.”ટીમનો ઇરાદો બને તેટલાં વધુ લોકો સુધી પહોંચવાનો છે, આ અંગે સુત્રએ જણાવ્યું, “ક્રોસ ફિલ્મ પ્રમોશન માર્કેટિંગનું સૌથી અસરકારક માધ્યમ છે.
આ અંગે ફિલ્મની ટીમ જાગૃત છે અને તેઓ ફિલ્મ રિલીઝ પહેલાંની દર્શકોની અપેક્ષાઓથી પણ વાકેફ છે, એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મનું પ્રમોશન સૌથી સારી રીતે થશે. સમગ્ર પ્રમોશનના કાર્યક્રમો બહુ સારી રીતે પ્લાન થયા છે.
હાલ ફિલ્મની ટીમ પ્રોમશનલ સોંગનું મુંબઈમાં શૂટિગ કરી રહી છે, જેમાં બંને જોલી છે.” અક્ષય અને અર્શદ સાથે આ ફિલ્મમાં હુમા કુરેશી, અમૃતા રાવ અને સૌરભ શુક્લા પણ મહત્વના રોલમાં છે.
ફિલ્મની ટીમ વાર ૨ અને મલ્ટિપ્લેક્સ ચેઇન ઉપરાંત દિનેશ વિજાનના ‘પરમ સુંદરી’, સાજીદ નડિયાદવાલાના ‘બાગી ૪’ અને ફરહાન અખ્તરના ‘૧૨૦ બહાદુર’ સાથે પણ તેમનાં ટીઝર અને ટ્રેલરના ટાઇ અપ માટે જોડાય એવી શક્યતા છે.SS1MS